ન્યૂયોર્કઃ સ્ટાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ખુલાસો કર્યો છે કે, તેણે ગયા વર્ષે અમેરિકન ઓપનમાં પરાજય પછી વિરોધી ખેલાડી નાઓમી ઓસાકાની માફી માગી હતી. નાઓમીએ પોતાની શાનદાર રમતમાં સેરેનાને સીધા સેટમાં 6-2, 6-4થી હરાવી હતી. જોકે, આ મેચ વિવાદિત રહી હતી અને વિલિયમ્સે મેચ દરમિયાન ચેર અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો. તેણે અમ્પાયર કાર્લોર રામોસને ચોર પણ કહ્યા હતા. 


હવે, તાજેતરમાં જ હાર્પર બાઝાર નામના મેગેઝિનમાં મંગળવારે પ્રકાશિત એક લેખમાં 37 વર્ષની સેરેનાએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સેરેનાએ લખ્યું છે કે, "મેચમાં થયેલા વિવાદના કારણે હું પરાજય તરફ ધકેલાઈ ગઈ, પરંતુ એક અન્ય ખેલાડી તેની વિજયી ક્ષણનો ઉત્સવ પણ ઉજવી શકી નહીં. એક એવી ક્ષણ જે તેની લાંબી અને સફળ કારકિર્દીમાં યાદગાર બનતી હોય છે. હું દિલથી દુઃખી થઈ ગઈ હતી."


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....