વોશિંગટનઃ અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ WTA રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગઈ છે. તે 17 મહિના બાદ આમ કરવામાં સફળ રહી છે. સેરેના સપ્ટેમ્બર 2017માં માં બની હતી. ત્યારબાદ તે ક્યારેય ટોપ-10માં જગ્યા બનાવી શકી નથી. ઓસ્ટ્રેલિયન ઓપન શરૂ થયા પહેલા સેરેના 16માં સ્થાને હતી. અંતિમ-8માં પહોંચવા પર તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. ત્યારે તે 11માં સ્થાને પહોંચી ગઈ હતી. હવે તે એક સ્થાન આગળ વધીને 10માં સ્થાને પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2017માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બની હતી સેરેના
પૂર્વ વર્લ્ડ નંબર-1 રોમાનિયાની સિમોના હાલેપ બીજા સ્થાને પહોંચી ગઈ છે, ઓસ્ટ્રેલિયન ઓપનથી તે બીજા સ્થાન પર હતી, પરંતુ પ્રી-ક્વાર્ટરમાં તેણે સેરેનાને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટ બાદ હાલેપ ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. 


23 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના છેલ્લે ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે વર્ષ પહેલા 2017માં વિજેતા બની હતી. ત્યારબાદ તે પ્રેગનેન્સીને કારણે રમતથી દૂર હતી. તે વર્ષે સપ્ટેમ્બરમાં તેણે પુત્રી ઓલંપિયાને જન્મ આપ્યો હતો. 


જાણો આઈપીએલ 2019નો કાર્યક્રમ


માર્ચ 2018માં સેરેનાએ પ્રોફેશનલ્સ ટેનિસમાં વાપસી કરી હતી. તેણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ કોઈ મેચ રમી નથી. સેરેના અત્યાર સુધી 7 ઓસ્ટ્રેલિયન ઓપન, 3 ફ્રેન્ચ ઓપન, 7 વિમ્બલ્ડન અને 8 વખત યૂએસ ઓપન જીતી ચુકી છે. 


રેન્કિંગમાં જાપાનની નાઓમી ઓસાકા પ્રથમ સ્થાન પર યથાવત છે. હાલેપ બાદ અમેરિકાની સ્લોન સ્ટીફન્સ ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિતોવા ચોથા અને 5માં સ્થાન પર તેના દેશની પ્લિસ્કોવા છે.