દિગ્ગજ સેરેના વિલિયમ્સને મળી કેરિયરની સૌથી ``ખરાબ હાર``
36 વર્ષની સેરેના ગત વર્ષે પુત્રીના જન્મ બાદ આ વર્ષે અત્યાર સુધી પાંચ ટૂર્નામેન્ટમાં રમી છે. વિમ્બલ્ડનમાં શાનદાર પ્રદર્શનને કારણે સેરેના હવે 26 નંબરની ખેલાડી બની ગઈ છે.
સૈન જોસ (કેલિફોર્નિયા): સેરેના વિલિયમ્સને મુબાડાલા સિલિકોન વૈલી ક્લાસિક ટૂર્નામેન્ટમાં ખરાબ હારનો સામનો કરવો પડ્યો. બ્રિટનની જોહાના કોન્ટાએ પ્રથમ રાઉન્ડના મેચમાં સેરેનાને એક કલાક કરતા ઓછા સમયમાં 6-1, 6-0થી પરાજય આપ્યો. આ અમેરિકી દિગ્ગજના કેરિયરની સૌથી એકતરફી હાર રહી.
સેરેનાએ આ પહેલા પોતાના કેરિયરમાં ક્યારેય એક ગેમ જીતી નથી. તેણે 2014માં સિંગાપુરમાં ડબલ્યૂટીએ ફાઇનલ્સમાં બે ગેમ જીતી હતી, જ્યારે તે સિમોના હાલેપ સામે 6-1, 6-0 સામે હારી ગઈ હતી.
સેરેના અહીં ત્રણ વખત ચેમ્પિયન રહી છે. પુત્રીના જન્મ આપ્યા બાદ તે પાંચમી ટૂર્નામેન્ટ રમી રહી હતી. વિમ્બલ્ડનમાં એંજેલિક કર્બર સામે હાર્યા બાદ આ તેની પ્રથમ મેચ હતી.
હાર બાદ સેરેનાએ કહ્યું, મને લાગે છે કે તેણે (જોહાના કોન્ટાએ) બીજા સેટમાં શાનદાર રમત દાખવી. હું પ્રથમ સેટમાં ધીમી હતી અને આ કારણે તેને આત્મવિશ્વાસ મળ્યો અને તે મારાથી આગળ નીકળી ગઈ.
23 વખતની સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ હવે મોન્ટ્રિયલમાં 6 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા રોજર્સ કપમાં રમશે.