પર્થઃ દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કામ અને માતા-પિતાની પોતાની ભૂમિકા વચ્ચે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરી રહેલા લોકોને નવા વર્ષનો પ્રેરણાદાયી સંદેશો આપતા કહ્યું કે, કંઈપણ સંભાવ છે. 23 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ 2019ની શરૂઆત પર્થમાં મિશ્રિત ટીમ સ્પર્ધા હોપમેન કપની સાથે કરી છે. 


તેની પુત્રી એલેક્સિસ ઓલિંપિયા પણ અહીં પહોંચી છે. સેરેનાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના એક કરોડ ચાર લાખ ફોલોઅરસ માટે પોતાની અને પોતાની પુત્રીની તસ્વીર મુકી છે. તેણે કહ્યું કે, આ તે વસ્તુ સાથે જોડાયેલો મામલો નથી કે, આપણે શું કરી શકીએ પરંતુ તે તેની સાથે જોડાયોલો છે કે, કામ કરતી માતા અને કામ કરતા પિતાના રૂપમાં આપણે શું કરવું જોઈએ. 


સિડનીમાં ઈતિહાસ રચવા ઉતરશે ટીમ ઈન્ડિયા