મેલબોર્નઃ 23 ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરી ચુકેલી સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વાપસી કરશે જ્યારે ઈજાનો સામનો કરી રહેલા રાફેલ નડાલ અને એન્ડી મરે પણ વર્ષનું આ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમશે. સેરેનાએ પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યા બાદ વાપસી કરી વિમ્બલ્ડન અને યૂએસ ઓપન-2018ના ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ બંન્નેમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INDIA vs AUSTRALIA: પ્રથમ ટેસ્ટ પહેલા કેપ્ટન કોહલીએ બોલરોને આપ્યો ખાસ સંદેશ

આયોજકોએ જણાવ્યું કે, સેરેના આ વખતે ટૂર્નામેન્ટમાં રમશે. સેરેનાના નામે હાલમાં 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે અને તે માર્ગરેટ કોર્ટના 24 ટાઇટલના રેકોર્ડની બરોબરી કરવાથી એક પગલુ દૂર છે. 


INDvsAUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કાલથી કોહલીની અગ્નિ પરીક્ષા, એડિલેડમાં 15 વર્ષથી નથી જીત્યું ભારત

સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર અને કૈરોલિન વોજ્નિયાકી પોતાનું ટાઇટલ યથાવર રાખવાનો પ્રયત્ન કરશે. આયોજકોએ જણાવ્યું કે, પુરૂષ વર્ગમાં ટોપ-101મા સામેલ તમામ ખેલાડીઓ અને મહિલા વર્ગમાં ટોપ-102 ખેલાડીઓએ રમવાની ખાતરી કરી છે.