ન્યૂયોર્કઃ ટેનિસ અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલી સેરેના વિલિયમ્સ અમેરિકી ઓપનના માધ્યમથી રેકોર્ડ 24મું ગ્રાન્ડસ્લેમ જીતીને આ વર્ષને વિદાય આપવા ઉત્સુક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેરેનાએ અત્યાર સુધી 23 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે જેમાં 6 અમેરિકન ઓપન સામેલ છે. વધુ એક ટાિટલ જીતીને તે ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટના સર્વાધિક વ્યક્તિગત ટાઇટલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લેશે. કોર્ટ, ઇવોન ગૂલાગોંગ અને કિમ ક્લાઇટજર્સ તેવા ખેલાડીઓ છે જેણે માતા બન્યા બાદ ગ્રાન્ડસ્લેમ સિંગલનું ટાઇટલ જીત્યું છે. 


આ વર્ષે વિમ્બલ્ડન ફાઇનલમાં કર્બર સામે હારેલી સેરેના સતત ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. તે સિનસિનાટી માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પેત્રા ક્વિતોવા સામે હારી ગઈ હતી. વિશ્વની નંબર વન ખેલાડી સિમોના હાલેપ માંટ્રિયલમાં ટાઇટલ જીત્યા બાદ સિનસિનાટીમાં રનર્સઅપ રહી હતી. તે આ વર્ષ છ વખત ફાઇનલમાં પહોંચી હતી. 


સ્લોએને સ્ટીફેન્સની નજર પોતાનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ બચાવવા પર છે. જ્યારે કર્બરની નજર ગત વર્ષે પ્રથમ રાઉન્ડમાં થયેલી હારને ભૂલીને આગળ વધવા પર રહેશે.