ન્યૂયોર્કઃ અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ યૂએસ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પૂર્વ વર્લ્ડ નંબર-1 સેરેનાએ મહિલા સિંગલ્સના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એસ્ટોનિયાની કાઈ કનેપીને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, સેરેના માટે કનેપીને હરાવવી મોટો પડકાર હતો. પ્રથમ સેટમાં 6-0થી જીત્યા બાદ અમેરિકી ખેલાડીને બીજા સેટમાં 4-6થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સેરેનાએ ત્યારબાદ ત્રીજા સેટમાં કનેપીને 6-3થી હરાવીને અંતિમ-8માં પ્રવેશ કર્યો હતો. મેચ બાદ સેરેનાએ કહ્યું, મેં 1-2 મોટી ભૂલ કરી જેના કારણે બીજો સેટ ગુમાવવો પડ્યો હતો. આ નિશ્ચિત રીતે સરળ મેચ ન હતો. કનેપી જાણે છે કે કેમ રમવું છે. હું આ મેચ જીતીને ખૂબ ખુશ છું. 


ક્વાર્ટર ફાઇનલમાં સેરેનાનો સામનો કૈરરોલિના પ્લિસ્કોવા સામે થશે. ચેક રિપબ્લિકની કૈરોલિનાએ ઓસ્ટ્રેલિયાની ખેલાડી એશલે બાર્ટીને 6-2 અને 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે 2017માં યોજાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન બાદથી સેરેનાઓ કોઈ મોટી ટૂર્નામેન્ટ રમી નથી. ગર્ભવતી હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી સેરેના ટેનિસ કોર્ટથી દૂર હતી.