Serie A: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો 758મો ગોલ, મહાન પેલેનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો
Cristiano Ronaldo Goes Past Pele: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સેરી-એમાં યૂડીનીઝ વિરુદ્ધ બે ગોલ કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે કરિયરનો 758મો ગોલ કરી બ્રાઝિલના મહાન ફુટબોલર પેલેને પાછળ છોડી દીધા છે.
તુરિનઃ જાદૂઈ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના કરિયરના રેકોર્ડ 758માં ગોલની મદદથી યુવેન્ટ્સે સેરી-એમાં યૂડીનીઝને 4-1થી પરાજય આપ્યો છે. રવિવારે જીતના પાટા પર પરત ફરનાર યુવેન્ટ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. આ મેચમાં રોનાલ્ડોએ 31મી અને 70મી મિનિટ પર ગોલ કર્યો હતો. ચિએસાએ 49મી અને ડાયબાલાએ ઇંજરી ટાઇમમાં ગોલ કર્યો હતો.
યૂડીનીઝ તરફતી જેગલારે 90મી મિનિટે ગોલ કર્યો હતો. રોનાલ્ડોનો સીઝનનો આ 14મો લીગ ગોલ છે. યૂડીનીઝ હવે 13માં સ્થાને છે અને ટીમને છેલ્લા ચાર મેચમાં એકપણ જીત મળી નથી. ગોલ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોએ આ સાથે બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેનો રેકોર્ડ તોડી દીધો છે. રોનાલ્ડો સર્વકાલિન ગોલ કરનાર ફુટબોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ
બેટ્સની કોમેન્ટ બાદ BCCI આક્રમક, શું 3 ટેસ્ટમાં સમાપ્ત થઈ જશે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ?
રોનાલ્ડોનો મેચમાં બીજો ગોલ તેના કરિયરનો 758મો ગોલ હતો અને આ સાથે તેણે બ્રાઝિલના પૂર્વ સ્ટ્રાઇકર પેલેના 757 ગોલ (680 ક્લબ, 77 નેશનલ ટીમ)ને પાછળ છોડી દીધા છે. રોનાલ્ડોના નામે હવે 758 ગોલ થઈ ગયા છે.
રોનાલ્ડોએ અત્યાર સુધી ક્લબ માટે 656 અને પોતાની પોર્ટુગલ રાષ્ટ્રીય ટીમ માટે 102 ગોલ કર્યા છે. સર્વાધિક ગોલ કરવાના મામલામાં ચેક ગણરાજ્યનો જોસફ બિકાન પ્રથમ નંબર પર છે. રોનાલ્ડો હવે બિકાનની બરોબરી કરવાથી માત્ર એક ગોલ પાછળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube