ઇસ્લામાબાદઃ કેટલાક વર્ષ પહેલા સુધી ગામની ગલિઓમાં ક્લબ ક્રિકેટ રમનાર પાકિસ્તાનના લેગ સ્પિનર શાદાબ ખાને વિશ્વકપ સુધીની સફર નક્કી કરી છે જેની પાછળ તેની આકરી મહેનત અને બેમિસાલ કમિટમેન્ટ છે. ટી20 બોલિંગ રેકિંગ્સમાં ત્રીજા સ્થાન પર રહેલ શાદાબ પર પાકિસ્તાનના પીએમ અને 1992 વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની નજર પડી. પીએમે ટીમની ઈંગ્લેન્ડ રવાનગી પહેલા થયેલી મુલાકાતમાં તેણે ઉલ્લેખ કર્યો જેના પર કોચ અને ખેલાડી ચોંકી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાદાબના પૂર્વ ક્લબના કોચ સજ્જાદ અહમદે કહ્યું, ક્રિકેટ માટે શાદાબની પ્રતિબદ્ધતા અદ્વિતીય છે. તેણે કહ્યું, તે રાત્રે નવ વાગ્યા પહેલા સુઈ જાય છે અને સૂર્યોદય પહેલા મેદાન પર પહોંચી જાય છે. ઘણા વર્ષથી તેની આ દિનચર્યા છે અને તે કલાકો પ્રેક્ટિસ કરે છે. શાદાબ પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લામાં સિંધુ નદીના કિનારે રફ પીચ પર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ ઇમરાન અને ટેસ્ટ ક્રિકેટર મિસબાહ ઉલ હકનું ઘર પણ છે. 


પાકિસ્તાનની અન્ડર-16 ટીમની સાથે રમ્યા બાદ તે અન્ડર 19 વિશ્વકપ (2016) માટે પસંદ કરાયો જેમાં તેણે 11 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ પાકિસ્તાન એ માટે પર્દાપણ કરીને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે શ્રીલંકા એ વિરુદ્ધ બિન સત્તાવાર ટેસ્ટમાં 48 રન પણ બનાવ્યા હતા. પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યૂનાઇટેડ માટે રમવ્યા બાદ તેણે પાકિસ્તાન માટે પર્દાપણ કર્યું હતું. તેણે બ્રિઝટાઉનમાં વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ પર મળેલા ટી-20 વિજયમાં મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મેળવ્યો હતો. શાદાબે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં ભારત વિરુદ્ધ યુવરાજ સિંહની કિંમતી વિકેટ પણ ઝડપી હતી.