8 માર્ચ, 2020ના રોજ, જ્યારે 16 વર્ષની શેફાલી વર્મા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રડી હતી.  હરલીન દેઓલે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. શેફાલીએ સમય પ્રથ વખત વર્લ્ડ કપ રમી રહી હતી. એ સમયે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને ખૂબ જ સરળતાથી હરાવી દીધુ હતુ. વર્લ્ડ કપમાં ફાઈનલમાં આવીને હારી જવાનું દુ:ખ ખુબ થયું હશે. 3 વર્ષ પછી ફરી વખત એવો સમય આવ્યો કે સેફાલી ફરીથી રડી. બસ ફરક એટલો હતો કે આ વખતે ખુશીના આસુ હતા અને 3 વર્ષ પહેલા દુ:ખના આસુ હતા. આ વખતે ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં, 29 જાન્યુઆરી અને રવિવારના રોજ ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટમાં વર્ચસ્વ દર્શાવનારી ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને માત્ર 68 રનના સાધારણ સ્કોર પર ઓલ આઉટ કરી દીધુ. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 14 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શેફાલી વર્મા આ વર્લ્ડ ચેમ્પિયન ટીમની કેપ્ટન હતી.


Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube