નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન આ વખતે કેરેબિયન પ્રીમિયર લીગ 2018 (CPL)ની મજા માણી રહ્યો છે. સીપીએલની ટી-20 લીગ રમાઇ રહી છે, જેમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ટ્રિન્બેગો નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાન ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, સેંટ લૂસિયામાં હાજર હતો. મેચ પહેલા જ શાહરૂખ ખાને ચીયરલીડર્સ સાથે ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાને દર્શકોની સાથે ચીયરલીડર્સને પણ તેની ડાન્સ સ્કિલ દેખાડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની ડાન્સિંગ સ્કિલનું જ પરિણામ હતું કે શાહરૂખ ખાનની ટીમ ટ્રિન્બેગો નાઇટ રાઇડર્સે એક રોમાંચક મેચમાં સેન્ટ લૂસિયાને હરાવી હતી. આ નાઇટ રાઇડર્સની બીજી જીત હતી. ડેરેન બ્રાવોએ આ મેચમાં 36 બોલમાં 94 રનની આક્રામક ઇનિંગ રમ્યો હતો. એક બોલ બાકી રાખી નાઇટ રાઇડર્સે આ જીત હાસંલ કરી હતી.



બ્રેન્ડન મેકુલમે 42 બોલમાં 68 રન બનાવ્યા છે. આ મેચમાં 34 છક્કાના વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. સેન્ટ લૂસિયાએ પહેલા બેટિંગ કરતા 2 વિકેટ પર 212 રન બનાવ્યો છે. કીરોન પોલાર્ડ, રખીમ કાર્નવાલ અને ડેવિડ વોર્નરને શાનદાર ઇનિંગ રમ્યા હતા.


નાઇટ રાઇડર્સના અંતિમ પાંચ ઓવરમાં જીત માટે 85 રનની જરૂર હતી અને લાગી રહ્યું હતું કે તેઓ મેચ હારી જશે. બ્રાવોને પોલાર્ડની છેલ્લી ઓવરમાં પાંચ સિક્સ મારી જીતની નજીક પહોંચી ગયા હતા. ત્યારબાદ મેકુલમે પણ સિક્સો મારી મેચને જીત હાસંલ કરાવી હતી. દિનેશ રામદીને છેલ્લી ઓવરની પાંચમાં બોલ પર વીજય રન લીધો હતો.