Shahid Afridi: શાહિદ આફ્રિદી સુધારશે પાકિસ્તાન ક્રિકેટની સ્થિતિ! જાણો PCB નો પ્લાન
PCB PLAN: શાહિદ આફ્રિદી પાકિસ્તાનનો ફૂલટાઈમ સિલેક્ટર બની શકે છે, કોચ બનવાનો નિર્ણય લેવા માટે આર્થરે સમય માગ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથેના જોડાયેલા સૂત્રો અનુસાર શાહિદ આફ્રિદી (Shahid Afridi) ન્યૂઝીલેન્ડ સામે હોમ સીરિઝ બાદ પણ ચીફ સિલેક્ટર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે.
Shahid Afridi: એક સમય હતો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના પેસ અટેકનો દુનિયામાં દબદબો હતો. વસીમ અક્રમ, વકાર યુનિસ અને સોહેબ અખતર જેવા ઘાતક બોલરોને કારણે પાકિસ્તાન ટીમ દુનિયાના કોઈપણ સ્ટેડિયમમાં જઈને મેચ પર પ્રભુત્વ જમાવતી હતી. જોકે, ત્યાર બાદ સમય બદલાતા હવે પાકિસ્તાન ટીમમાં પહેલાં જેવો દમખમ રહ્યો નથી. તેથી ટીમને ફરી બેઠી કરવા માટે શાહિદ આફ્રિદીને મોટી જવાબદારી સોંપાઈ શકે છે. હવે ટીમમાં કયા ખેલાડીને મોકો અપાશે તે અંગેનો નિર્ણય શાહિદ આફ્રિદી લઈ શકે છે. તેના માટે તેના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી મોટી જવાબદારી સોંપાઈ શકે છે.
શાહિદ આફ્રિદી પાકિસ્તાનનો ફૂલટાઈમ સિલેક્ટર બની શકે છે, કોચ બનવાનો નિર્ણય લેવા માટે આર્થરે સમય માગ્યો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથેના જોડાયેલા સૂત્રો અનુસાર શાહિદ આફ્રિદી (Shahid Afridi) ન્યૂઝીલેન્ડ સામે હોમ સીરિઝ બાદ પણ ચીફ સિલેક્ટર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખશે. જ્યારે પાકિસ્તાનના હેડ કોચ બનવાનો અંગેનો નિર્ણય મિકી આર્થર (Micky Arthur) આ મહિનાના અંત સુધીમાં લેશે.
ઉલ્લેખનીય છે કે, શાહિદ આફ્રિદીને PCBએ ઇન્ટરિમ ચીફ સિલેક્ટર તરીકેની જવાબદારી કિવિઝ સામેની શ્રેણી માટે સોંપી હતી. જો કે, હવે આફ્રિદી આ રોલ ફુલટાઇમ ભજવવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, આફ્રિદીએ PCB ચેરમેન નજમ સેઠી સાથે અંગે વિસ્તારથી વાત કરી છે અને તેનો ટાર્ગેટ દેશને આ વર્ષે થનાર એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ ટીમ પસંદ કરીને આપવાનો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સેઠી આફ્રિદી અને તેના સાથી પસંદગીકારો – અબ્દુલ રઝાક, રાવ ઇફ્તિખાર અને હારૂન રશીદે કિવિઝ સામેની બે ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ખેલાડીઓની પસંદગીથી ખુશ છે. તેથી તેમને ફુલટાઇમ રોલ મળવાની શક્યતા પ્રબળ છે. મિકી આર્થરને ફરી એકવાર પાકિસ્તાનના હેડ કોચ બનવાની ઓફર કરવામાં આવી છે. તેમનો અત્યારે ઇંગ્લિશ કાઉન્ટી ડર્બીશાયર સાથે કોન્ટ્રાકટ ચાલુ છે. તેમણે આ અંગે જવાબ આપવા સમય માગ્યો છે અને કહ્યું છે કે, આ મહિનાના અંત સુધીમાં જવાબ આપશે. નોંધનીય છે કે, 2016થી 2019 દરમિયાન આર્થર પાકિસ્તાનના હેડ કોચ હતા. જ્યારે સેઠીનો PCB ચીફ તરીકે કોન્ટ્રાકટ સમાપ્ત થયો, ત્યારે આર્થરને પણ રિલીઝ કરવામાં આવ્યા હતા.