નવી દિલ્હીઃ વરસાદ થોભ્યા બાદ કેરલમાં સોમવારે (20 ઓગસ્ટે) આખરે પૂરની વિભીષિકાથી લોકોને થોડી રાહત મળી અને નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. પૂરને કારણે બેઘર લોકોની સંખ્યા વધી ગઈ છે. રાહત શિબિરોમાં 10 લાખથી વધુ લોકો શરણમાં છે. પૂર પ્રભાવિત જિલ્લામાં બનાવવામાં આવેલા 3274 રાહત શિબિરોમાં 10,28,000 લોકો રોકાયેલા છે. મુખ્યપ્રધાન વિનારાઇ વિજયને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, દેશભરમાંથી ઘણી સહાયતા મળી રહી છે. કેરલના પૂર પીડિતો માટે દુનિયા પણ દુવા કરી રહી છે અને મદદ માટે આગળ આવી છે. તેવામાં પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીએ પણ કેરલવાસિઓના નામે એક ભાવુક સંદેશ મોકલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહિદ આફરીદીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરતા કેરલના પૂર પીડિતો માટે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, તેમનું શાહિદ આફરીદી ફાઉન્ડેશન કેરલમાં પોતાના ભાઇ-બહેનો સાથે છે અને અલ્લાહને પ્રાર્થના કરે છે કે આ પીડિતોને રાહત મળે. 


શાહિદ આફરીદીએ ટ્વીટ કરતા લખ્યું- કેરલ, ભારતમાં આવેલા વિનાશકારી પૂરથી ખુબ દુખી છું. શાહિદ આફરીદી ફાઉન્ડેશન તમારા દુખ અને પીડામાં તમારી સાથે છે. ખુદા તમારા આ દુખમાં તમારી સાથે છે, ઇંશા અલ્લાહ જલદી તમને આમાંથી રાહત મળશે. માનવતા માટે શાહિદ આફરીદી ફાઉન્ડેશન પણ તમારી સાથે છે. 


મહત્વનું છે કે શાહિદ આફરીદી પોતાના ફાઉન્ડેશનના માધ્યમથી સામાજીક કાર્યો માટે જાણીતું છે. તે પોતાના આ ફાઉન્ડેશનના માધ્યમથી પાકિસ્તાનમાં ઘણી જરૂરીયાતમંદોને મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે કેરલમાં રાજ્યના ઈતિહાસનું સૌથી ભયંકર પૂર આવ્યું છે.