લંડનઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વેસ્ટઇન્ડિઝમાં ગત વર્ષે આવેલા તોફાન પીડિતોને પોતાના ફાઉન્ડેશનમાંથી 20 હજાર ડોલર એટલે કે, લગભગ 13.50 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિકેન અને મારિયા તોફાનને કારણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં એંગુઇલા અને ડોમિનિકામાં ભારે નુકસાન થયું હતું. વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સના મેદાન પર આઈસીસી વર્લ્ડ ઇલેવન ટીમ માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય ઈનિંહમાં 11 રન બનાવનાર આફ્રિદીએ આ જાહેરાત કરી. 


આ ચેરિટી મેચમાં વેસ્ટઇન્ડિઝે આઈસીસી વર્લ્ડ ઇલેવન પર 72 રનથી આસાન જીત મેળવી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા આફ્રિદીને લોર્ડ્સમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 



આફ્રિદીએ મેચ બાદ ટ્વીટ કરતા લખ્યું, મને આ અવસર આપવા માટે આઈસીસીનો આભાર વ્યક્ત કરૂ છું. મારા માટે આ મેચનો ભાગ બનવું ગર્વની વાત છે અને હું આ સન્માનને આજીવન યાદ રાખીશ. આ ક્રિકેટના મક્કામાં થયું છે અને આનું ખૂબ મહત્વ છે. હું મારા ફાઉન્ડેશન તરફથી હેરિકેન તોફાનો માટે 20,000 ડોલરનું ડોનેશન આપું છું. 


શાહિદ આફ્રિદી આ ટી20 મેચમાં આઈસીસી વર્લ્ડ ઈલેવનને કેપ્ટન હતો. આ મેચમાં તેણે 4 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ ઝડપી અને બેટિંગમાં 11 રન બનાવ્યા હતા. મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે 20 ઓવરમાં 199 રન બનાવ્યા. જવાબમાં વર્લ્ડ ઈલેવને 16.4 ઓવરમાં 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.