ચટગાંવઃ બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન અને 200 વિકેટ લેવાની બાબતે ઈંગ્લેન્ડના દિગ્ગજ ઈયાન બોથમનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 31 વર્ષના શાકિબે અહીં જહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે (24 નવેમ્બર)ના રોજ આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે સૌથી ઓછી 54 મેચમાં આ રેકોર્ડ પોતાને નામે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકઈન્ફોના રિપોર્ટ અનુસાર, બીજી ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલાં શાકિબ અલ હસનના નામે 196 વિકેટ હતી અને બીજી ઈનિંગ્સમાં કિરેન પોવેલને આઉટ કરવાની સાથે જ તેણે પોતાની કારકિર્દીમાં 200 વિકેટ પુરી કરી લીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં 3 વિકેટ લેનેરા શાકિબે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી. 


શાકિબે આ અનોખી 'ડબલ સિદ્ધિ' 54 ટેસ્ટ મેચમાં પુરી કરીને ઈંગ્લેન્ડના ઓલ રાઉન્ડર ઈયાન બોથમનો રેકોર્ડ તોડ્યો છે. શાકિબથી પહેલા બોથમ 55 મેચમાં, ન્યૂઝિલેન્ડનો ક્રિસ ક્રેયન્સ 58 મેચમાં, ઈંગ્લેન્ડનો એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ 69 મેચમાં અને ભારતનો કપિલ દેવ 73 મેચમાં 3000 રન બનાવવાની સાથે-સાથે 200 વિકેટ લઈ ચૂક્યા છે. 


શાકિબ અલ હસન પ્રથમ બાંગ્લાદેશી ક્રિકેટર બન્યો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લીધી છે. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 18 વખત 5 વિકેટ અને બે વખત 10 વિકેટ લીધી છે. તેણે 2008માં ન્યૂઝિલેન્ડ સામેની ઈનિંગ્સમાં 36 રનમાં 7 વિકેટ લીધી હતી, જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો તેનો રેકોર્ડ ઝિમ્બાબ્વે સામે છે. તેણે 2014માં ખુલામાં 124 રન આપીને 10 વિકેટ લીધી હતી. શાકિબે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે પણ એક મેચમાં 10 વિકેટ ઝડપી હતી. 


બાંગ્લાદેશે 64 રને જીતી ચટગાંવ દેશ
યજમાન બાંગ્લાદેશે બીજી ટેસ્ટ મેચ 64 રનથી જીતીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 30 નવેમ્બરના રોજ ઢાકામાં રમાશે. તાઈજુલ ઈસ્લામ (6 વિકેટ)ની મદદથી બાંગ્લાદેશે આ મેચ જીતી છે. બાંગ્લાદેશે પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 324 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝને 246 રન પર ઓલ આઉટ કરીને 78 રનની લીડ મેળવી હતી. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને બીજી ઈનિંગ્સમાં 139 રને ઓલઆઉટ કરી દીધું હતું. 



વેસ્ટ ઈન્ડિઝને 204 રનનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ બાંગ્લાદેશે બીજી ઈનિંગ્સમાં તેને માત્ર 139 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝના માત્ર ત્રણ બેટ્સમેન જ ડબલ ફીગર સુધી પહોંચી શક્યા હતા.