નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia)ના પૂર્વ ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)ની કેટલી ચર્ચા તેમની રમતને લઇને થાય છે. તેનાથી વધુ તે પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આમ તો કહેવત છે કે પ્રેમ ફક્ત એકવાર થાય છે પરંતુ શેન વોર્ન પર આ કહેવત ફીટ બેસતી નથી. તેમણે એક પછી એક ઘણી છોકરીઓને પોતાનું દિલ આપ્યું. તે પોતાની જીંદગી એટલી છોકરીઓને પ્રેમ કરી ચૂક્યા છે કે તમે પણ જાણીને આશ્વર્ય પામશો. આમ તો તેમની પ્રેમિકાઓની યાદીમાં મોડલ્સથી માંડીને અભિનેત્રી સુધી ઘણી છોકરીઓ સામેલ છે, તો ચાલો આજે આ સ્પેશિયલ સ્ટોરીમાં અમે તમને શેન વોર્નના અફેયર્સ વિશે બતાવીએ.  


લિઝ હર્લે
શેન વોર્નના છુટાછેટા વર્ષ 2005માં સિમોન કાલાહન સાથે થઇ ગયા હતા. ત્યારબાદ વોર્ન સતત પોતાના અફેયર્સના લીધે ચર્ચામાં રહ્યા. છુટાછેટા બાદ અભિનેત્રી લિઝ હર્લે સાથે શેન વોર્નનું અફેર સૌથી લાંબું અને ચર્ચામાં રહ્યું. બંને પહેલીવાર 2010માં મળ્યા હતા. પરંતુ 3 વર્ષ બાદ એટલે કે 2013માં જ બંનેએ બ્રેકઅપ કરી લીધું. સમાચારોનું માનીએ તો લિઝ હર્લેની પોતાના એક એક્સ બોયફ્રેન્ડ સાથે નિકટતા બંનેના બ્રેકઅપનું કારણ ગણાવવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube