શેન વોર્ને આપ્યો આઈપીએલમાં વાપસીનો સંકેત, કહ્યું ટૂંક સમયમાં કરશે ખુલાસો
ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનરે કહ્યું કે, તે જલ્દી આઈપીએલ 2018માં વાપસી કરી શકે છે. પરંતુ તેણે વિસ્તારથી કંઈ જણાવ્યું નથી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર અને આઈપીએલની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સને શાનાદર જીત અપાવનાર શેન વોર્ને આગામી 7 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની 11મી સીઝનમાં વાપસી કરશે. હાલ શેન વોર્ને વધુ જણાવ્યું નથી કે, કઈ રીતે, કઈ ભૂમિકામાં અને કઈ ટીમ સાથે આઈપીએલમાં વાપસી કરશે. શેન વોર્ન આઈપીએલની પ્રથમ સીઝનથી જ ચર્ચામાં રહ્યો છે. તેણે કોઈપણ મોટા સ્ટારની મદદ વગર સ્થાનિક ખેલાડીઓ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમને આઈપીએલની પ્રથમ સીઝનમાં ટાઈટલ અપાવ્યું હતું.
શેન વોર્ને ટ્વીટ કર્યું અને જણાવ્યું કે, મને આ જાહેર કરતા આનંદ થઈ રહ્યો છે અને હું ખૂબ ઉત્સાહિત છું. આ આઈપીએલ 2018 વિશે છે.
શેન વોર્ન છેલ્લી વખત આઈપીએલમાં 2011માં રમ્યો હતો. તે રાજસ્થાન ટીમના કેપ્ટન અને કોચની ભૂમિકામાં રહી ચુક્યો છે. ત્યારબાદ તે કોમેન્ટરી કરતો પણ જોવા મળ્યો હતો. આ વખતે રાજસ્થાન રોયલ્ય પણ આઈપીએલમાં પરત ફરી રહી છે. 2013માં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગના આરોપોને કારણે રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
રાજસ્થાન સાથે ચે્ન્નઈ સુપર કિંગ્સની પણ વાપસી થઈ રહી છે. આ વર્ષે આઈપીએલની શરૂઆત 7 એપ્રિલ 2018થી થઈ રહી છે.