શેન વોર્નને આપવવામાં આવી અંતિમ વિદાય, અંતિમ સંસ્કારમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરો રડતા દેખાયા
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ ગ્લેન મેકગ્રા, મર્વ હ્યુજીસ, ઈયાન હીલી અને માર્ક વો સહિત લગભગ 80 ક્રિકેટ સ્ટાર્સ ક્રિકેટના દિગ્ગજને વિદાય આપવા શેન વોર્નના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી.
નવી દિલ્હી: ક્રિકેટની દુનિયાના મહાન ખેલાડી શેન વોર્ન આજે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ આજે તેમને છેલ્લી અંતિમ વિદાયમાં અનેક દિગ્ગજ ક્રિકેટરો રડતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં સૌથી મહાન બોલર શેન વોર્નને થોડાક સમય પહેલા હાર્ટ એટેક આવવાના કારણે તેમનું મોત થયું હતું. વોર્ન માત્ર 52 વર્ષના હતા. આ દિગ્ગજ ખેલાડીને આજે એટલે કે રવિવારે મેલબોર્નમાં અંતિમ વિદાય આપવામાં આવી. વોર્નના અંતિમ સંસ્કારમાં વિશ્વભરના ક્રિકેટ ખેલાડીઓ અને પ્રશંસકો સામેલ થયા હતા. જેમાં ઘણા ખેલાડીઓ રીતસરના રડતા જોવા મળ્યા હતા. વોર્નના અંતિમ સંસ્કારની કેટલીક છેલ્લી તસવીરો પણ સામે આવી છે.
વોર્નને દિગ્ગજોએ આપી અંતિમ વિદાય
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન, ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ ગ્લેન મેકગ્રા, મર્વ હ્યુજીસ, ઈયાન હીલી અને માર્ક વો સહિત લગભગ 80 ક્રિકેટ સ્ટાર્સ ક્રિકેટના દિગ્ગજને વિદાય આપવા શેન વોર્નના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી હતી. વોર્નનું મોત રહસ્યમય છે, ત્યારે આ મહિનાની શરૂઆતમાં થાઈલેન્ડમાં વોર્નને હાર્ટ એટેક આવ્યો હતો. 52 વર્ષીય વોર્ન થાઈલેન્ડના કોહ સમુદ્ર ટાપુ પર આવેલા એક વિલામાં તે વેકેશન માણી રહ્યો હતો, ત્યારે તેનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને ચાર્ટર્ડ ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયા પરત લાવવામાં આવ્યો હતો.
IPL 2022: KKRના સુપરસ્ટાર લગ્નગ્રંથિથી જોડાયા, સોશિયલ મીડિયામાં સામે આવ્યો પત્ની સાથેનો ફોટો
વિશ્વભરના દિગ્ગજો થયા ભેગા
રવિવારે અહીં નાના ખાનગી અંતિમ સંસ્કારમાં વોર્નને વિદાય આપનારાઓમાં કેટલાક ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સામેલ થયા હતા. જ્યારે વોર્નને આ મહિનાના અંતમાં તેના પ્રિય મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે સંપૂર્ણ જાહેર શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, તેમના લગભગ 80 નજીકના અને પ્રિય મિત્રો અને પરિવાર તેમને વિદાય આપવા માટે રવિવારે મેલબોર્ન આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટનોનું એક જૂથમાં એલન બોર્ડર, માર્ક ટેલર અને માઇકલ ક્લાર્કની સાથે વોર્નના વિદાય સમારંભમાં ભાગ લીધો હતો, જેમણે વિક્ટોરિયન, આઈસીસીના રિપોર્ટનું સમ્માન કર્યું.
હાય રે મોંઘવારી! ડીઝલના ભાવમાં લીટરે 25 નો વધારો, પેટ્રોલના પણ વધી શકે છે ભાવ
એમસીસીમાં અપાશે શ્રદ્ધાંજલિ
30 માર્ચના રોજ વોર્નને એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં MCGમાં ભારે ભીડ ભેગી થવાની આશા છે, એક એવું સ્થાન જ્યાં વોર્નને પોતાના 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણા શાનદાર પ્રદર્શન કર્યા હતા. વોર્ને 2006માં બોક્સિંગ ડે પર મેદાન પર તેની 700મી ટેસ્ટ વિકેટ પણ લીધી હતી, જ્યારે તેણે ઈંગ્લેન્ડના કેપ્ટન એન્ડ્રુ સ્ટ્રોસને આઉટ કર્યો હતો અને પ્રતિષ્ઠિત સ્થળ પર 56 ટેસ્ટ વિકેટ સાથે તેની કારકિર્દીનો અંત આણ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube