જયપુરઃ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર અને રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર શેન વોર્ને આઈપીએલના મેચમાં જોસ બટલરને માકડિંગ કરનાર આર. અશ્વિનની નિંદા કરતા તેની હરકતને શર્મજનક અને ખેલભાવનાથી વિપરીત ગણાવી છે. બટલર આઈપીએલના ઈતિહાસમાં 'માંકડિંગ'નો શિકાર થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બટલર રવિવારે તે સમયે 43 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો હતો, જ્યારે અશ્વિને તેને ચેતવણી આપ્યા વગર માંકડિંગ આઉટ કર્યો હતો. તે સમયે રોયલ્સની ટીમ જીત તરફ આગળ વધી રહી હતી પરંતુ બટલર આઉટ થયા બાદ ધબડકો થતા ટીમ 14 રને હારી ગઈ હતી. 


વોર્નરે ટ્વીટર પર લખ્યું, 'કેપ્ટન તરીકે અને માણસ તરીકે અશ્વિને નિરાશ કર્યો.' તમામ કેપ્ટન આઈપીએલમાં ખેલભાવનાથી રમવાના કરાર પર હસ્તાક્ષર કરે છે. તે સમયે અશ્વિન બોલ ફેંકવા ન જઈ રહ્યો હોત તો તે ડેડ બોલ હોત. હવે બીસીસીઆઈએ જોવાનું છે, કારણ કે, તેનાથી આઈપીએલની સારી છબિ બની રહી નથી. 



તેમણે લખ્યું, 'અશ્વિનની હરકત શર્મજનક હતી અને હું આશા કરુ છું કે બીસીસીઆઈ આ પ્રકારનું વર્તન સહન કરશે નહીં. ટીમના કેપ્ટન હોવાને નાતે તમારે મિસાલ બનવું જોઈએ કે ટીમ કેમ રમે. આ શર્મજનક અને નીચલી કક્ષાની હરકત કરવાની શું જરૂર હતી. હવે માફી માગવાનો સમય પણ નિકળી ગયો છે. તમે આ હરકત માટે યાદ રાખવામાં આવશો.'



ક્રિકેટના નિયમોના અભિભાવક મેરિલબોન ક્રિકેટ ક્લબે 2017માં બીજા છેડા પર ઉભેલા બેટ્સમેનને બોલર દ્વારા રનઆઉટ કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો. તે પ્રમાણે બોલ ફેંકતા પહેલા બોલર બીજા છેડા પર ઉભેલા બેટ્સમેનને રનઆઉટ કરી શકે છે. 


વોર્ને કહ્યું, પૂર્વ ક્રિકેટર જે કઈ રહ્યાં છે કે આ નિયમ મુજબ હતું પરંતુ તેને તે પસંદ ન આવ્યું કે, તે આમ ન કરત તો હું તેને પૂછવા ઈચ્છું છું કે, તે આમ કેમ કરતા નથી કારણ કે આ શર્મજનક અને નિંદનીય હોવાની સાથે ખેલભાવનાથી વિપરીત પણ છે. 



તેણે ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને પણ ટેગ કરતા પૂછ્યું કે, જો કોહલીને ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ આમ આઉટ કરે તો શું લોકો તેનું સમર્થન કરત. 



ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને લખ્યું, હું અશ્વિનની હરકતનું સમર્થન કરનાર ક્રિકેટ પંડિતો અને ભારતના પૂર્વ ખેલાડીઓને પૂછવા ઈચ્છું છું કે, જો કોહલી બેટિંગ પર હોત તો શું તમે તેનું સમર્થન કરશો.