મુંબઈ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. શેન વોર્ન થાઈલેન્ડમાં હતા અને ત્યાં જ તેમને હાર્ટ અટેક આવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં અનેક કીર્તિમાન હાંસલ કરનાર આટલા મોટા દિગ્ગજ ખેલાડીનું આ રીતે ચાલ્યા જવું તે દરેક માટે આંચકા સમાન છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે શેન વોર્નને યાદ કર્યા છે. શેન વોર્ન અને સચિન તેંડુલકરનો એક અલગ જ સંબંધ હતો. જેને દરેક ક્રિકેટ ફેને પસંદ પણ કર્યો અને જોયો પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિને સ્પેશિયલ મેસેજ લખ્યો
સચિન તેંડુલકરે લખ્યું - સ્તબ્ધ. તમારી ખોટ વર્તાશે વોર્ની. મેદાનની અંદર અને બહાર તમારી સાથે કોઈ ક્ષણ કંટાળાજનક હોતી ન હતી. મેદાનની અંદર આપણી પ્રતિદ્ધંદિતા અને બહાર હસી-મજાકને હંમેશા યાદ કરીશ. ભારત માટે તમારા મનમાં એક ખાસ જગ્યા હતી.  અને ભારતીયોના મનમાંતમારા માટે. બહુ ઝડપથી જતા રહ્યા.


સચિન સપનામાં આવતા હતા
શારજાહમાં વર્ષ 1998માં સચિન તેંડુલકરે જ્યારે ઓસ્ટ્રેલિયાઈ ટીમની સામે ઐતિહાસિક ડેઝર્ટ સ્ટોર્મવાળી ઈનિંગ્સ રમી હતી. તેમાં સૌથી મોટા શિકાર શેન વોર્ન જ બન્યા હતા. 2000ના શરૂઆતના સમયમાં શેન વોર્ન અને સચિન તેંડુલકરની લડાઈ તેની ચરમ સીમાએ હતી. આ જ કારણ છે કે શેન વોર્ને કહ્યું હતું કે સચિન તેમના સપનામાં આવતા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube