વિશ્વકપ ફાઇનલમાં ઓવરથ્રોને ડેડ બોલ આપવાની જરૂર હતીઃ વોર્ન
વોર્ને જણાવ્યું કે, તેણે સૂચન આપ્યું કે, બેટ્સમેનના શરીર પર લાગતા બોલ ડેડ બોલ હોવો જોઈએ, ભલે તે બાઉન્ડ્રી બહાર જાય કે નહીં. તેણે કહ્યું કે, વિશ્વકપ ફાઇનલમાં ડેડ બોલ આપવાની જરૂર હતી અને તમે દોડી ન શકો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર અને એમસીસીની વિશ્વ ક્રિકેટ સમિતિના સભ્ય શેન વોર્નનું માનવુ છે કે આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં બેન સ્ટોક્સને લાગનારા થ્રોને ડેડ બોલ આપવાની જરૂર હતી. વોર્ન જે સમિતિમાં સામેલ છે તે વિશ્વકપ ફાઇનલમાં અમ્પાયર દ્વારા તે બોલ પર આપવામાં આવેલા નિર્ણયની સમીક્ષા પણ કરશે.
વિશ્વ કપ-2019ની ફાઇનલમાં ઓવરથ્રો પર ઈંગ્લેન્ડને આપવામાં આવેલા ચાર રન ખુબ વિવાદાસ્પદ રહ્યાં જે ન્યૂઝીલેન્ડની જીતમાં નિર્ણાયક સાબિત થયા હતા. ફાઇનલ મેચમાં 242 રનનો પીછો કરી રહેલા બેટ્સમેનોએ અંતિમ ઓવરમાં બે રન દોડીને લીધા હતા અને બીજો રન લેતા દરમિયાન ફીલ્ડરનો થ્રો બેન સ્ટોક્સના બેટને લાગીને બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. મેદાની અમ્પાયર કુમાર ધર્મસેનાએ સાથી અમ્પાયર સાથે વાત કર્યા બાદ 6 રન ઈંગ્લેન્ડને આપ્યા હતા.
વોર્ને આઈએએનએસને કહ્યું, 'હું તે સમિતિમાં છું જે તેની સમીક્ષા કરી રહી છે. મને લાગે છે કે રમતના કાયદા સાચા છે. મે સૂચન આપ્યું કે, બેટ્સમેનના શરીર પર લાગતા બોલ ડેડ બોલ હોવો જોઈએ, ભલે તે બાઉન્ડ્રી બહાર પહોંચે કે નહીં. આ એક ડેડ બોલ હોવો જોઈતો હતો અને તમે દોડી ન શકો. મને લાગે છે કે આ રમત ભાવના છે.'
વોર્ન આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈે પણ ઉત્સાહિત છે. તેણે કહ્યું, 'મને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પસંદ છે. હું ઇચ્છું છું કે આઈસીસીએ તેનું થોડુ વધુ માર્કેટિંગ કર્યું હોત, વધુ થોડા પૈસા લગાવ્યા હોત તો તેને વધુ પ્રમોટ કરી શકત. આ કારણે તમામ ટેસ્ટ મહત્વની છે. મને આશા છે કે આવનારા વર્ષોમાં તે તેને યોગ્ય કરી લેશે કારણ કે મને નથી લાગતું કે આ વખતે તેને સંપૂર્ણ પણે લાગુ કરવામાં આવી છે.'
INDvsWI વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ કોહલીની ટીમ ઈન્ડિયા પડકાર માટે તૈયાર
તેણે કહ્યું, ટેસ્ટ મેચની જર્સીની પાછળ નામ અને નંબર સારા લાગ્યા. વોર્ને કહ્યું, 'મને ટેસ્ટ ક્રિકેટમાં નંબરોથી કોઈ ફેર પડતો નથી કારણ કે મને લાગે છે કે તેનાથી પ્રશંસકો માટે ખેલાડીઓની ઓળખ કરવી આસાન છે તેથી મને કોઈ પરેશાની નથી.'