નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું શુક્રવારે હાર્ટ એકેટને કારણે નિધન થયુ છે. વોર્નની ગણના વિશ્વના મહાન સ્પિનરોમાં થાય છે. વોર્ન જેટલો પોતાની બોલિંગ માટે જાણીતો હતો એટલો પોતાના રંગીન મિજાજને કારણે પણ ચર્ચામાં રહેતો હતો. ઘણીવાર વોર્નનું નામ સેક્સ સ્કેન્ડલમાં આવી ચુક્યુ છે. આ સિવાય એક ફેમસ ટીવી અભિનેત્રીએ પણ વોર્ન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અભિનેત્રીએ લગાવ્યા હતા ગંભીર આરોપ
પોતાની ફિરકીથી વિશ્વના દિગ્ગજ બેટરોને છકાવનાર શેન વોર્ન એકવાર ફરી ચર્ચામાં છે. મોડલ અને ટીવી અભિનેત્રી જેસિકા પાવરે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર વોર્ન પર અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં 52 વર્ષના વોર્ની આ હરકત માટે જેસિકાએ તેને ન્યુરોટિક ગણાવી દીધો. આ પ્રથમવાર નથી જ્યારે કોઈ મહિલાએ શેન વોર્ન વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ પહેલાં પણ વોર્ન પોતાની હરકતોને લીધે વિવાદોમાં રહ્યો છે, તેના કારણે તેના લગ્ન પણ તૂટી ગયા હતા. 


400, 500...અને 700 વિકેટ, શેન વોર્ન આ રીતે મેળવી હતી ટેસ્ટ ક્રિકેટમાં સફળતા


વોર્નના નામે છે શાનદાર રેકોર્ડ
શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેને વિશ્વનો મહાન સ્પિનર કહેવામાં આવે છે. વોર્નના નામે ટેસ્ટ કરિયરમાં 708 વિકેટ છે. તો વનડેમાં તેણે 293 વિકેટ ઝડપી હતી. આ સિવાય તે આઈપીએલની પ્રથમ સીઝનમાં ટ્રોફી જીતનારો કેપ્ટન પણ રહ્યો છે. શેન વોર્ને 2008ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube