મોત પહેલા દારૂ પી રહ્યા હતા શેન વોર્ન? મેનેજરે કર્યો ચોંકાવનારો ખુલાસો
મહાન લેગ સ્પિનર શેન વોર્નને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. વોર્નના મેનેજરે તેમના મોત બાદ એક મોટો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્નને હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેમના મેનેજરે કહ્યું કે તેઓ રાતના ભોજન માટે મિત્રો સાથે એક નિર્ધારિત બેઠક પહેલા ક્રિકેટ જોઈ રહ્યા હતા, જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. સિડની મોર્નિંગ હેરાલ્ડના શનિવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિગ્ગજ સ્પિનરના બિઝનેસ મેનેજર તેમને બચાવવા માટે લગભગ 20 મિનિટ સુધી સીપીઆર કરતા રહ્યા હતા.
વોર્ન દારુ પીતા ન હતા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 52 વર્ષીય પૂર્વ ખેલાડીના મેનેજરે હેરાલ્ડ અને ધ એજને જણાવ્યું કે, વોર્ન તેમના મિત્ર એન્ડ્ર્યુને મળતા પહેલા દારૂ પી રહ્યા ન હતા. જેઓ વોર્ન સાથે થાઈલેન્ડ ગયા હતા. રાત્રી ભોજન પહેલા હોટલના રૂમમાં હાજર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વોર્ન ટેલિવીઝન પર ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ઐતિહાસિક પહેલી ટેસ્ટ મેચ જોઈ રહ્યા હતા, જે બાદ તેઓ બેભાન મળ્યા હતા. તેમણે કહ્યું કે મહાન સ્પિનર થાઈલેન્ડના કોહ સમુઈમાં રજાઓ માણી રહ્યા હતા અને તેમના કમેન્ટિંગ અસાઈનમેન્ટ પર યૂકેની યાત્રા કરવાના હતા.
વોર્ન કરી રહ્યા હતા ડાઈટિંગ
તેમના મેનેજર જેમ્સના જણાવ્યા અનુસાર, વોર્ન ડ્રિંક્સ બંધ કરી ચુક્યા હતા, કેમ કે તેઓ ડાઇટિંગ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્ટોક મોરિસને ક્રિકેટના દિગ્ગજને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, વોર્ન તે ખાસ લોકોમાંથી એક હતા, જે મહાન ડોન બ્રેડમેનની અસાધારણ ઉપલબ્ધિઓ સુધી પહોંચી સકતા હતા. મોરિસને કહ્યું- પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકો માટે શેન તેનાથી ઘણા વધારે હતા. શેન અમારા દેશના સૌથી મહાન વ્યક્તિઓમાંથી એક હતા. ઓસ્ટ્રેલિયાના લોકો તેમને પ્રેમ કરતા હતા. જેમ આપણે બધાએ કર્યું છે.
ક્રિકેટના દિગ્ગજ હતા વોર્ન
વિક્ટોરિયન સરકારે જાહેરાત કરી છે કે એમસીજીના ગ્રેટ સધર્ન સ્ટેન્ડનું નામ બદલીને એસ. કે. લેગ સ્પિનરની યાદમાં વોર્ન સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે, કારણ કે વોર્ને MCG ખાતે તેની 700 મી ટેસ્ટ વિકેટ લીધી હતી. વિક્ટોરિયન પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુઝે ટ્વિટ કર્યું, 'એસ.કે. વોર્ન સ્ટેન્ડ મહાન લેગ-સ્પિનરને એક વિશાળ શ્રદ્ધાંજલિ હશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર ઈયાન હીલી તેમના નિધનથી ખૂબ જ દુઃખી છે, સાથે સાથે તેમના ભૂતપૂર્વ સાથીદારે ટૂંક સમયમાં જ દુનિયા છોડી દીધી છે તેનાથી આશ્ચર્ય થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube