મુંબઈઃ હૈદરાબાદ આપેલા 179 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈએ 8 વિકેટે જીત મેળવીને ત્રીજીવખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. આ મેચનો હિરો શેન વોટસન રહ્યો હતો. તેણે શાનદાર બેટિંગ કરી હતી. વોટસને પ્રથમ 10 બોલ રમીને 11માં બોલમાં ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદની શાનદાર બોલિંગ પર તૂટી પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 બોલ રમીને ખોલાવ્યું ખાતુ
હૈદરાબાદના બોલર્સોએ શાનદાર શરૂઆત કરી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવર મેડન ફેંકી. સંદીપ શર્માની બીજી ઓવરમાં પણ વોટસને કોઈ જોખમ ન લીધું. ત્રીજી ઓવરમાં પણ વોટસનનું બેટ શાંત રહ્યું. એક સમયે લાગ્યું કે, વોટસન દબાવમાં છે. ચોથી ઓવરમાં પોતાનું ખાતું ખોલ્યા બાદ વોટસને રનનો વરસાદ કર્યો હતો. 


33 બોલમાં ફટકારી અર્ધસદી
શેન વોટસને 33 બોલમાં અડધી સદી ફટકારી. ત્યારબાદ વોટસન વધુ આક્રમક બન્યો હતો. તેણે 50 બોલમાં પોતની સદી પુરી કરી હતી. આ સાથે આઈપીએલના ફાઇનલમાં સદી ફટકારવાનો રેકોર્ડ વોટસને પોતાના નામે કરી લીધો છે. તેણે 57 બોલમાં 117 રન બનાવ્યા હતા. જેમાં 8 સિક્સ અને 11 ફોર ફટકારી હતી.