આ ભારતીય ક્રિકેટરનો ફેન છે વોટસનનો પુત્ર, પિતાને આપ્યું ઈન્ટરવ્યૂ
વોટસને કહ્યું, હું સ્ટીફન ફ્લેમિંગ અને એમએસ ધોનીનો આભારી છું જેણે મારા પર વિશ્વાસ રાખ્યો. જો હું આ રીતે આટલા મેચોમાં રન ન બનાવી શક્યો હોત તો પહેલાની ટીમમાં ઘણા સમય પહેલા બહાર કરી દેવામાં આવ્યો હોત.
ચેન્નઈઃ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા શેન વોટસને આખરે ફોર્મમાં વાપસી માટે ધઓની અને સ્ટીફન ફ્લેમિંગનો આભાર માનતા કહ્યું કે, બીજી ટીમમાં તો તેને પહેલા જ બહાર કરી દેવામાં આવ્યો હોત.
વોટસન આઈપીએલની હાલની સિઝનમાં પ્રથમ દસ ઈનિંગમાં એકપણ અડધી સદી ન લગાવી પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મંગળવારે 53 બોલમાં 96 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.
વોટસને મેચ બાદ કહ્યું, 'હું સ્ટીફન ફ્લેમિંગ અને એમએસ ધોનીનો આભારી છું, જેણે મારા પર વિશ્વાસ રાખ્યો.' જો હું આ રીતે આટલા મેચોમાં રન ન બનાવી શક્યો હોત તો બીજી ટીમમાં મને પહેલા જ બહાર કરી દેવામાં આવ્યો હોત.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર