નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા (Team India) દક્ષિણ આફ્રિકા સામે જ ત્રણ મેચની વનડે સીરિઝ રમશે. જેમાં ઈજાગ્રસ્ત રોહિત શર્મા  (Rohit Sharma) ની જગ્યાએ કેએલ રાહુલ (KL Rahul) ને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને વાઇસ કેપ્ટન (vice captain) બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં આવા બે કિલર બોલરોને સ્થાન મળ્યું છે, જેઓ પોતાની વિસ્ફોટક બોલિંગ માટે જાણીતા છે. આ ખેલાડીઓ થોડાક બોલમાં આખી મેચને પલટવાની ક્ષમતા ધરાવે છે. આ બોલરોથી દક્ષિણ આફ્રિકા (South Africa) ના બેટ્સમેનો પણ ડરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમમાં જોડાયા બે ઘાતક બોલર
દક્ષિણ આફ્રિકા (south africa) પ્રવાસ માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. શિખર ધવન (Shikhar Dhawan) અને રવિચંદ્રન અશ્વિને ટીમ (Ravichandran Ashwin)માં જોરદાર વાપસી કરી છે. આ ખેલાડીઓ પાસે તેમનું શાનદાર પ્રદર્શન કરવાની છેલ્લી તક હશે. જ્યારે, આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં વિસ્ફોટક રમત રમનારા ઘણા ઘાતક યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે.


1. શાર્દુલ ઠાકુર
છેલ્લા કેટલાક સમયથી શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) ટીમ ઈન્ડિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. તે બેટિંગની સાથે સાથે ઘાતક બોલિંગ પણ કરવામાં માહેર ખેલાડી છે. કોઈપણ બેટ્સમેન માટે તેમના બોલ રમવું સરળ નથી. જ્યારે પણ ભારતીય કેપ્ટનને વિકેટની જરૂર પડે છે ત્યારે તે શાર્દુલ (Shardul) ને બોલ આપી દેવામાં આવે છે. ધીમા બોલ પર વિકેટ લેવાની શાર્દુલની ક્ષમતાથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. તેમણે ભારતીય ટીમ માટે 15 વનડે મેચમાં 22 વિકેટ ઝડપી છે અને 24 T20 મેચમાં 31 વિકેટ ઝડપી છે. શાર્દુલ ઠાકુર દક્ષિણ આફ્રિકાની પીચો પર પોતાની બોલિંગથી કોહરામ મચાવી શકે છે. સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં આ ખેલાડીએ એક ઇનિંગમાં 7 વિકેટ ઝડપી અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આવી સ્થિતિમાં તે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરી શકે છે અને ભારતીય ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube