મુંબઈઃ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના નામે આમ તો ક્રિકેટના મેદાન પર પહેલાથી ઘણા રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ મહિલા હજામ નેહા અને જ્યોતિ પાસે 'પ્રથમવાર દાઢી કરાવવી' ચોક્કસપણે તેના માટે ગર્વની ક્ષણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકર આવું ભારતમાં રહેલી લિંગ સંબંધિત રૂઢિવાદિતાને તોડવામાં પોતાનું યોગદાન આપવા માટે કર્યું. આ ક્ષેત્રમાં અત્યાર સુધી પુરૂષોનું વર્ચસ્વ માનવામાં આવી રહ્યું છે, પરંતુ ઉત્તર પ્રદેશની બનવારી તોલા ગામની નેહા અને જ્યોતિએ પોતાના પિતા બિમાર થયા બાદ 2014માં તેની જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો હતો. 


હકીકતમાં આ બંન્ને માટે આ સફર મુશ્કેલ હતી કારણ કે શરૂઆતમાં લોકો મહિલા હજામ પાસે દાઢી ન કરાવતા કે વાળ કપાવતા ન હતા. જીલેટ ઈન્ડિયાએ જાહેરાતમાં તેની પ્રેરણાદાયી કહાવીને બહાર લાવી, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ જાહેરાતને યૂ-ટયૂબ પર 1.60 કરોડ લોકો જોઈ ચુક્યા છે. ત્યારબાદ સચિને આ બંન્ને પાસે સેવિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર