શિખરે પાકિસ્તાન સામે સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ, સઇદ અનવરને પછાડ્યો
પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધનવન શાનદાર બેટિંગ કરી ભારતની નક્કી કરી લીધી હતી. બન્ને બેટ્સમેને સદી ફટકારી હતી. આ સાથે બન્ને બેટ્સમેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
નવી દિલ્હી: પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધનવન શાનદાર બેટિંગ કરી ભારતની નક્કી કરી લીધી હતી. બન્ને બેટ્સમેને સદી ફટકારી હતી. આ સાથે બન્ને બેટ્સમેને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શિખર ધવનની 15મી સદીનો સ્કોર તેઓએ આ માટે 108 ઇનિંગનો ઉપયોગ કર્યો. આ રીતે, 15 સદીની સૌથી ટૂંકી ઇનિંગમાં, પાકિસ્તાનના સઈદ અનવર પાછળ છોડી ગયા છે. સઇદ અનવરે 143 ઇનિંગમાં 15 સદીનો સ્કોર બનાવ્યો હતો. પરંતુ શિખરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ લિસ્ટમાં પ્રથમ નંબર પર હાશિમ અમલા છે. અમલાએ માત્ર 86 ઇનિંગમાં 15 સીદીનો સ્કોર બનાવ્યો હતો. બીજા નંબર પર વિરાટ કોહલી છે. કોહલીએ 106 ઇનિંગમાં 15 સદી ફટકારી હતી. ત્યારે હવે ત્રીજા નંબર પર શિખર ધવન છે. જેણે 108 ઇનિંગમાં 15 સદીનો સ્કોર બનાવ્યો છે. સઇદ અનવર ચોથા નંબર પર છે તેણે કુલ 20 સદી ફટકારી છે.
પાકિસ્તાનની સામે સૌથી મોટી ભાગીદારી
પાકિસ્તાનની સામે રોહિત અને શિખરે પહેલા વિકેટ માટે 210ની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીથી તેમણે સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલીએ 1998માં બનાવેલા 159 રનનો રેકોર્ડ પણ તોડી દીધો છે.