મુંબઈ: પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવને આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધવને તેની સાથે જ 6000 રન પૂરા કરી લીધા છે. સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પોતાનો બીજો રન બનાવતાની સાથે જ ધવન આ આંકડાને પાર કરી ગયો અને તેણે 200મી મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


વિરાટ કોહલીની ક્લબમાં જોડાઈ ગયો:
શિખર ધવન આઈપીએલમાં 6000 રન પૂરા કરનારો માત્ર બીજો બેટ્સમેન છે. કેમ કે તેની પહેલાં માત્ર વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યો છે. વિરાટ કોહલીએ 215 મેચમાં 36.58ની એવરેજથી 6402 રન બનાવ્યા છે. તે સિવાય તેના નામે એક જ સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ છે. આઈપીએલ 2016માં વિરાટ કોહલીએ ચાર સદીની મદદથી 973 રન બનાવ્યા હતા. તો ધવને અત્યાર સુધી આઈપીએલમાં 2 સદી અને 46 અર્ધસદી બનાવી છે.


આઈપીએલમાં સૌથી વધારે રન:
વિરાટ કોહલી- 215 મેચ, 6402 રન, 36.58 એવરેજ


શિખર ધવન - 200 મેચ, 6086 રન, 35.18 એવરેજ


રોહિત શર્મા - 221 મેચ, 5764 રન, 30.66 એવરેજ


ડેવિડ વોર્નર - 155 મેચ, 5668 રન, 41,99 એવરેજ


સુરેશ રૈના - 205 મેચ, 5528 રન, 32.52 એવરેજ


ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગબ્બરના 1000 રન પૂરા:
ચેન્નઈ સુપર કિંગ્સ સામે ધવને 59 બોલમાં 88 રનની અણનમ ઈનિંગ્સ રમી. જેમાં 9 ચોક્કા અને 2 સિક્સ ફટકારી. આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન ધવને ચેન્નઈ સામે આઈપીએલ કારકિર્દીમાં 1000 રન પણ પૂરા કરી લીધા. ચેન્નઈ સામે  આ પહેલાં કોઈપણ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. સાથે જ ધવન 200મી આઈપીએલ મેચમાં આટલો મોટો સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં રોહિત શર્માએ પોતાની 200મી આઈપીએલ મેચમાં 68 રન બનાવ્યા હતા.


ધવનના ટી-20 ક્રિકેટમાં 9000 રન પૂરા:
ચેન્નઈ સામે શાનદાર રમત બતાવીને શિખર ધવને ટી-20 ક્રિકેટમાં પોતાના 9000 રન પૂરા કરી લીધા. ધવનની પહેલાં ભારતીય બેટ્સમેનોમાં વિરાટ કોહલી અને શિખર ધવન જ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે ટી-20 ક્રિકેટમાં 10,000 રન છે.


કયા-કયા ખેલાડીઓ 200 કે તેથી વધારે મેચ રમ્યા:
1. મહેન્દ્ર સિંહ ધોની - 228 મેચ


2. દિનેશ કાર્તિક - 221 મેચ


3. રોહિત શર્મા - 221 મેચ


4. વિરાટ કોહલી - 215 મેચ


5. રવીન્દ્ર જાડેજા - 208 મેચ


6. સુરેશ રૈના - 205 મેચ


7. રોબિન ઉથપ્પા - 201 મેચ


8. શિખર ધવન - 200 મેચ