નેપિયરઃ બુધવારે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ધમાકેદાર જીત મેળવી હતી. ભારતીય ટીમે સિરીઝના પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને અણનમ 75 રન બનાવીને ટીમને આસાનીથી જીત સુધી પહોંચાડી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી વનડે મેચ 26 જાન્યુઆરીએ માઉન્ટ માઉંગાનુઈમાં રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને 106 બોલની ઈનિંગ દરમિયાન છ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની 26મી વનડે અડધી સદી પૂરી કરી હતી. નેપિયરના મૈક્લીન પાર્કમાં ધવને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી હતી. 33 વર્ષીય ધવને આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી ઝડપી પાંચ હજાર રન પૂરા કરનારો બીજો ભારતીય બની ગયો છે. તે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઓછી ઈનિંગમાં પાંચ હજાર રન પૂરા કરનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં છે. 



Koffee With Karan 6 : હાર્દિક પંડ્યા વિવાદ પર પ્રથમવાર બોલ્યો કરણ જોહર


ભારત માટે સૌથી ઓછી ઈનિંગમાં 5000 રન પૂરા કરવાનો રેકોર્ડ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. તેણે 114 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તો ધવને 118 ઈનિંગમાં 5 હજાર રન પૂરા કર્યા છે. મહત્વની વાત તે છે કે બ્રાયન લારાએ પણ પોતાના 5 હજાર રન 118 ઈનિંગમાં પૂરા કર્યા હતા. 


ઓવરઓલ વનડે આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો સૌથી ઝડપી પાંચ હજાર રન બનાવવાનો રેકોર્ડ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાના નામે છે. તેણે 101 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ સિવાય સર વિવિયન રિચર્ડ્સે પણ 114 ઈનિંગમાં પાંચ હજાર રન પૂરા કર્યા હતા. 


INDvsNZ: નેપિયરમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, આ રહ્યાં જીતના 5 હીરો 
 


વનડે આંતરરાષ્ટ્રીયઃ સૌથી ઓછી ઈનિંગમાં 5000 રન
1. હાશિમ અમલાઃ 101 ઈનિંગ (6 વર્ષ 313 દિવસમાં)


2. વિવ રિચર્ડસઃ 114 ઈનિંગ (11 વર્ષ 237 દિવસમાં)


3. વિરાટ કોહલીઃ 114 ઈનિંગ (5 વર્ષ 95 દિવસમાં)


4. બ્રાયન લારાઃ 118 ઈનિંગ (6 વર્ષ 359 દિવસમાં)


5. શિખર ધવનઃ 118 ઈનિંગ (8 વર્ષ 95 દિવસમાં)