મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (shikhar dhawan) ન્યૂઝીલેન્ડમાં ટી-20 (T20I) સિરીઝ રમી શકશે નહીં. ખભાની ઈજાને કારણે તે ભારતીય ટીમ તરફથી રમશે નહીં. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવિવારે બેંગલુરૂમાં રમાયેલી અંતિમ વનડે મેચમાં તેને ખભામાં ઈજા થઈ હતી. ઈએસપીએન ક્રિકઇન્ફોએ પોતાના રિપોર્ટમાં ધવનના બહાર થવાની જાણકારી આપી છે. માહિતી છે કે સોમવારે ન્યૂઝીલેન્ડ ગયેલા ખેલાડીઓની સાથે ધવન રવાના થયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ હજુ બીસીસીઆઈ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. રવિવારે ઈજા બાદથી જ ધવનનું ન્યૂઝીલેન્ડ જવા પર શંકા હતા. ધવનના વિકલ્પ તરીકે ક્યા ખેલાડીને લેવામાં આવશે, હજુ સુધી તે વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં થઈ ગયો હતો ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ વનડે મેચમાં ફીલ્ડિંગ દરમિયાન શિખર ધવનના ખભામાં ઈજા થઈ હતી. ત્યારબાદ ધવનને એક્સ-રે માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ તેના ડાબા હાથમાં પાટો જોવા મળ્યો હતો. ત્યારબાદ શંકા હતી કે ધવન ન્યૂઝીલેન્ડ જઈ શકશે નહીં. 


BCCI ની ફરી થઇ ફજેતી, કપડાં પ્રેસ કરવાની ઇસ્ત્રી વડે પિચ સુકવતાં જોવા મળ્યા કર્મચારીઓ


24 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે સિરીઝ
ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી20 સિરીઝની શરૂઆત 24 જાન્યુઆરીથી થઈ રહી છે. ત્યારબાદ બંન્ને ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. 21 ફેબ્રુઆરીથી બંન્ને ટીમો વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ એક અભ્યાસ મેચ પણ રમશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર