નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને ટી20 વિશ્વકપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહીં. શ્રીલંકા વિરુદ્ધ લિમિટેડ ઓવરોની સિરીઝમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વકપ માટે તેની પસંદગી ન થતાં બધા ચોકી ગયા હતા. શિખર ધવન આ દિવસોમાં યૂએઈમાં છે. આઈપીએલ 2021ના પ્રથમ હાફમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. આઈપીએલ 2021ના બીજા હાફનો પ્રારંભ 19 સપ્ટેમ્બરથી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિખર ધવને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેમાં ધવને લખ્યુ- હસ્તા રહો કારણ કે આજ તમારી સૌથી મોટી તાકાત છે. શિખર ધવનનું આ રિએક્શન તેના છુટાછેડા અને ટી20 વિશ્વકપમાં નામ ન હોવાની પ્રતિક્રિયા સમજી શકાય છે. શિખર ધવનના હાલમાં છુટાછેડા થયા છે. તેની પત્ની આયશા મુખર્જીએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. આઈપીએલના પ્રથમ હાફમાં શિખર ધવને 8 મેચોમાં 54.28ની એવરેજથી 380 રન બનાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube