શિખર ધવને વાંસળી વગાડતો વીડિયો કર્યો શેર, લખ્યું- એક નવી શરૂઆત
ભારતીય ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શિખર ધવને ક્રિકેટ સિવાય પોતાની નવી કળા વિશે ફેન્સને જાણકારી આપી છે. ધવને મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો જેમાં તે વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે.
ધવન વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ટીમની બહાર હતો.
ક્રિકેટ પ્રેમિઓ વચ્ચે 'ગબ્બર'ના જાણીતો ધવન આ વીડિયોમાં વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો આશરે 2 લાખ લોકો જોઈ ચુક્યા છે. ધવને સાથે લખ્યું- એક નવી શરૂઆત, ઝાડ, હવા, સમુદ્ર અને થોડુ સંગીત.
ધવનના આ વીડિયોને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. એક યૂઝરે તો પૂછ્યુ- શું તમે ધવન છો. અભિજીત નામના એક અન્ય યૂઝર લખ્યું- મલ્ટિટેલેન્ટેડ ગબ્બર.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ 120 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ટીમ ઈન્ડિયા, જાણો અન્ય ટીમોની સ્થિતિ
33 વર્ષીય ધવનના નામે 133 વનડેમાં 5518 રન નોંધાયેલા છે. તો 53 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેણે 1337 રન બનાવ્યા છે.