નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 પહેલા પંજાબ કિંગ્સે ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને હટાવી શિખર ધવનને કેપ્ટન બનાવી દીધો છે. ધવન દિગ્ગજ ખેલાડી છે અને વર્તમાન સમયમાં ભારતની કમાન પણ સંભાળતો જોવા મળે છે. ધવનને ન્યૂઝીલેન્ડના પ્રવાસે વનડે સિરીઝ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી હતી. ધવનની પાસે મયંક કરતા વધુ અનુભવ છે અને તે પંજાબ માટે સારો વિકલ્પ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલી સીઝનમાં પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયમાં નિર્ણય બદલી દીધો અને મયંકને કમાન સોંપી હતી. મયંકની આગેવાનીમાં પાછલી સીઝનમાં ટીમનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું અને પંજાબ કિંગ્સ ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ ગઈ હતી. હવે ધવનની આગેવાનીમાં પંજાબ નવી સીઝનમાં સારૂ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. 


T20 WC 2022: કઈ-કઈ ટીમ સેમીની રેસમાંથી બહાર અને કોની પાસે તક, જાણો તમામ ટીમની સ્થિતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube