નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વધુ એક સંઘર્ષપૂર્ણ ઈનિંગ આખરે વ્યર્થ થઈ. તે બીજા છેડે સાથ ન મળવાને કારણે પોતાની ટીમને ઘણા પ્રયત્નો બાદ પણ અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમને જીત ન અપાવી શક્યો. ઈંગ્લેન્ડે ભારતને 31 રને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી, ઈંગ્લેન્ડે ટેસ્ટ જીતવા માટે ભારત સામે 194 રનનો લક્ષ્ય રાખ્યો હતો. તેના જવાબમાં ભારતીય ટીમના તમામ બેટ્સમેનો ફ્લોપ થયા અને ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગયા. વિરાટ કોહલીએ પ્રથમ ઈનિંગમાં 149 અને બીજી ઈનિંગમાં 51 રન બનાવ્યા હતા. એસેક્સ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં બે વખત ઝીરો પર આઉટ થયા બાદ પ્રથમ ટેસ્ટમાં પણ શિખર ધવન ફ્લોપ રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને એજબેસ્ટન ટેસ્ટમાં અસફળ થયા બાદ રવિવાર (5 ઓગસ્ટ)એ આત્મમંથન કરતા ટ્વીટર પર લખ્યું પ્રથમ ટેસ્ટમાં મારી ભૂલ પર નજર કરી. તેણે પ્રથમ ટેસ્ટમાં તેનું પ્રદર્શન નજીકથી જોયું. ત્યારબાદ તેણે કહ્યું કે, તે લોર્ડસમાં રમાનારી બીજી ટેસ્ટમાં મજબૂતીથી વાપસી કરશે. 



મહત્વનું છે પ્રથમ ટેસ્ટ મેચમાં શિખર ધવન બંન્ને ઈનિંગમાં 26 અને 13 રન બનાવી આઉટ થયો હતો. ટોપ ઓર્ડરની અસફળતા બાદ બાકીના બેટ્સમેનો પણ ઈંગ્લેન્ડ સામે ફ્લપ રહ્યાં. તેના પર શિખર ધવને ટ્વીટ કરતા લખ્યું- હું જાણું છું ભારતની માત્ર 31 રનથી થયેલી હારથી તમે લોકો ઉદાસ, નારાજ અને નિરાશ હશે. મેં આ મેચમાં મારા પ્રદર્શન અને ભૂલ પર વિચાર્યું છે. પરંતુ હું આગામી ટેસ્ટ મેચમાં વધુ મજબૂતી અને સમજદારીથી બેટિંગ કરવાનો વિશ્વાસ અપાવું છું.