કરાચી : ગઈ કાલે આખા દેશમાં ધામધુમથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી.પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ કરાચીમાં મહાશિવરાત્રિ ઉજવી હતી. આ પ્રસંગે તે કરાચીમાં આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા પણ ગયો. આ સમયનો વિડીયો તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ,કનેરિયા ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ (261) લેનારો સ્પિન બોલર છે. આ પૂર્વ સ્પિનર પર 2012થી સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધ મૂકાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધાર્મિક ભેદભાવના અહેવાલો બાદથી ચર્ચામાં આવેલા આ હિંદુ ક્રિકેટરે વીડિયો શેર કરતા લખ્યું કે- મહાશિવરાત્રિ પ્રસંગે કરાચી સ્થિત શ્રી રત્નેશ્વર મંદિરના દર્શન કર્યા. ભગવાન મહાદેવ તમને બધાને ખુશીઓ પ્રદાન કરે…! હર હર મહાદેવ…! આ વીડિયોમાં લોકો ભગવાન શંકરને જળ ચડાવતા અને પૂજા કરતા દેખાઈ રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર