ઇસ્લામાબાદઃ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓની જર્સી પર તેના નામ અને નંબર લખાવવાનું નવું ચલણ શરૂ થયું છે, જેની આલોચના ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ બ્રેટ લી અને એડમ ગિલક્રિસ્ટ કરી ચુક્યા છે. હવે આ યાદીમાં પાકિસ્તાનના શોએબ અખ્તરનું નામ પણ જોડાઇ ચુક્યું છે. અખ્તરે કહ્યું કે, ટેસ્ટમાં સફેદ જર્સીની પાછળ નામ અને નંબર લખેલા જોઈને ખરાબ લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પૂર્વ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને પોતાનો નિર્ણય બદલવાનું કર્યું છે. આ સમય ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એશિઝ સિરીઝ રમી રહ્યાં છે જે ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત આવે છે. આ સિરીઝમાં બંન્ને ટીમના ખેલાડીઓની જર્સીની પાછળ નામ અને નંબર લખેલા છે. આઈસીસીએ સફેદ જર્સીની પાછળ નામ અને નંબરનો નિયમ તે માટે લાગૂ કર્યો જેથી પ્રશંસકો ખેલાડીઓની સાથે જોડાઈ શકે. 


શોએબે ટ્વીટ કર્યું, 'સફેદ કિટ પર ખેલાડીનું નામ અને નંબર લખવા ખુબ ખરાબ લાગી રહ્યાં છે. આ રમતને તે પરંપરાગત ભાવનાથી બહાર કાઢવી છે જેની સાથે અત્યાર સુધી રમવામાં આવતી હતી. આ નિર્ણયમાં ફેરફાર કરવો જોઈએ.'


લીએ પણ તેની આલોચના કરી હતી અને ટ્વીટર પર લખ્યું હતું, 'ટેસ્ટ ટીશર્ટની પાછળ નામ અને નંબર લખવાની વિરોધમાં હું છું. આઈસીસી તમે જે ફેરફાર કર્યાં છે તેને હું પસંદ કરુ છું પરંતુ આ વખતે તમે ખોટુ કર્યું.'


સરફરાઝને કેપ્ટન પદેથી હટાવો, હેડ કોચ મિકી આર્થરે બોર્ડને કરી ભલામણ 

ગિલક્રિસ્ટે પણ તેને બકવાસ ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું, 'હું મારી માફી પરત લઉ છું. નામ અને નંબર ટીશર્ટની પાછળ ખરાબ લાગી રહ્યાં છે. તમે સિરીઝનો આનંદ માણો.' તેણે આ પહેલા એક ટ્વીટ કર્યું હતું, 'શાનદાર, અમે શરૂઆત કરી દીધી છે. મને જૂના ખ્યાલ રાખવા માટે માફ કરી દેજો પરંતુ મને નામ અને નંબર પસંદ આવી રહ્યાં નથી.'