ખાલી સ્ટેડિયમમાં રમવું એટલે કન્યા વગર લગ્ન કરવાઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનું નિવેદન
સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ક્રિકેટ સિરીઝ કે ટૂર્નામેન્ટને ખાલી સ્ટેડિયમમાં કરાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ માનવુ છે કે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવુ એટલે કન્યા વગર લગ્ન કરવા.
નવી દિલ્હીઃ આ સમયે વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લૉકડાઉનનું પાલન થઈ રહ્યું છે. કેટલિક જગ્યાએ તેમાં છૂટ આપવામાં આવી છે જ્યારે ઘણા દેશ તેનો કડકથી અમલ કરાવી રહ્યાં છે. તેવામાં રમતોના આયોજન પર પણ હજુ સંકટના વાદળો છવાયેલા છે.
સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ક્રિકેટ સિરીઝ કે ટૂર્નામેન્ટને ખાલી સ્ટેડિયમમાં કરાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનુ માનવુ છે કે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવુ એટલે કન્યા વગર લગ્ન કરવા.
લગભગ તમામ રમતોનું આયોજન કોવિડ 19 મહામારીને કારણે ખાલી સ્ડેડિયમમાં કરાવવા પર વિચાર ચાલી રહ્યાં છે. નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસ સંક્રમણ પર નિયંત્રણ રાખી શકાય તે માટે દર્શકોએ ઘરે બેસીને રમતની મજા માણવી પડશે.
રેકોર્ડ 4.20 કરોડમાં વેચાયા દિગ્ગજ માઇકલ જોર્ડનના શૂઝ
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હેલો એપ પર લાઇવ દરમિયાન વાત કરતા કહ્યુ, 'ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવુ લગભગ બોર્ડ માટે શક્ય અને ટકાઉ હોઈ શકે છે પરંતુ હુ માનુ છુ કે આપણે તેનો પ્રચાર કરવો જોઈએ. ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમવુ એવુ હશે જેમ કન્યા વગર લગ્ન કરવા. અમારે કોઈપણ મેચ રમવા માટે પ્રેક્ષકોની જરૂર હોય છે. હું આશા કરુ છુ કે આ વર્ષના અંત સુધી આ કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિ સામાન્ય થઈ જશે.'
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ખાલી સ્ટેડિયમમાં મેચ રમવા પર વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, ખાલી સ્ટેડિયમમાં રમવુ ખુબ મુશ્કેલ હશે. દર્શકોના તે જાદૂને બનાવવો અને તે ઉત્સાહ લાવવો જે ભરેલા સ્ટેડિયમમાં આવે છે તે મુશ્કેલ હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube