મસ્કટઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર  (Shoaib Akhtar) નું માનવુ છે કે વિરાટ કોહલી (Virat Kohli) ના કેપ્ટનશિપનો યુગ ખતમ થયા બાદ ભારત તે જગ્યાએ ઉભુ છે જેમાં રાહુલ દ્રવિડની સામે તે સાબિત કરવાનો પડકાર છે કે તેને કોચના રૂપમાં અતિશયોક્તિપૂર્ણ નથી. શોએબે તે પણ જણાવ્યું કે ટી20 વિશ્વકપ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં શું ચાલી રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ છોડી કેપ્ટની કમાન
વનડે ટીમના કેપ્ટન પદેથી હટાવ્યાના થોડા સપ્તાહ બાદ વિરાટ કોહલીએ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 1-2થી પરાજય બાદ તમામને ચોંકાવતા ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટની કમાન છોડી દીધી હતી.


'ભારતીય ક્રિકેટ ક્રોસરોડ્સ પર'
શોએબ અખ્તરે અહીં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન પીટીઆઈને કહ્યુ- મને નથી ખ્યાલ કે સૌરવ ગાંગુલી અને બીજા લોકો શું વિચારે છે. પરંતુ ચોક્કસ પણે ભારતીય ક્રિકેટ ક્રોસરોડ્સ પર ઉભુ છે. 


આ પણ વાંચોઃ BCCI એ કરી મોટી જાહેરાત, આ તારીખથી શરૂ થશે IPL 2022 ની ધમાલ


રાહુલ દ્રવિડની સામે મોટો પડકાર
ટીમના કાર્યવાહક કેપ્ટન કેએલ રાહુલની આગેવાનીમાં ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે સિરીઝ પણ ગુમાવી દીધી, જે દ્રવિડની આગેવાનીવાળા નવા કોચિંગ મેનેજમેન્ટની દેખરેખમાં વિદેશી ધરતી પર પ્રથમ હાર છે. અખ્તરે કહ્યુ- નહીં, ભારતીય ક્રિકેટનું પ્રદર્શન નીચે જવાનું નથી. તમારે સ્થિતિને સંભાળવી પડશે. રાહુલ દ્રવિડની સામે મોટો પડકાર છે. 


રવિ શાસ્ત્રીની કરી પ્રશંસા
શોએબ અખ્તરે કહ્યુ-"આશા છે કે લોકો એવું નહીં કહે કે કોચ તરીકે તેને વધુ પડતો રેટ કરવામાં આવ્યો હતો અને અલબત્ત તેણે રવિ શાસ્ત્રીની જગ્યા લેવી પડશે જેમણે શાનદાર કામ કર્યું હતું. તેની સામે એક મોટો પડકાર છે, હવે જોવાનું છે કે તે કેવું પ્રદર્શન કરે છે.


આ પણ વાંચોઃ કોરોનાના કારણે વેસ્ટઇંડીઝ સામેની સીરીઝમાં થયો મોટો ફેરફાર, અમદાવાદમાં રમાશે મેચ


ડ્રેસિંગ રૂમમાં શું ચાલી રહ્યું હતું
શોએબ અખ્તરને તેની આશા હતી કારણ કે તેણે ટી20 વિશ્વકપ દરમિયાન ભારતીય ડ્રેસિંગ રૂમમાં વિભાજન જોયું હતું. તેણે કહ્યુ- મને ખ્યાલ હતો કે આમ થવાનું છે. તે સમયે હું દુબઈમાં હતો અને મને તેની જાણકારી છે. હું આખો મામલો જાણતો હતો અને ભારતીય ડ્રેસિંગ રૂમમાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે મને ભારતમાં મારા મિત્રોમાંથી પસાર થવું પડ્યું. એવા લોકો હતા જેઓ તેમની વિરુદ્ધ હતા. તેથી કેપ્ટન પદ છોડવાના તેમના નિર્ણયથી મને આશ્ચર્ય થયું નથી. તે સરળ કાર્ય ન હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube