નવી દિલ્હીઃ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બૉલ ફેંકનાર પાકિસ્તાનના દિગ્ગજ બૉલર શોએબ અખ્તરે ઈંગ્લેન્ડના પેસરને સલાહ આપી છે. અખ્તરની નજરમાં 100 માઈલ પ્રતિ કલાકની સ્પીડ સુધી પહોંચવા માટે એક ખાસ ટ્રેનિંગની જરૂર પડશે. શોએબ અખ્તરની ગણતરી દુનિયાન દિગ્ગજ ફાસ્ટ બૉલરમાં થાય છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે. અનેક વાર તે પોતાની ટીમના લોકોની ટીકા કરે છે તો અનેક વાર તેમનો ઉત્સાહ પણ વધારે છે. હવે તેણે ઈંગ્લેન્ડના પેસરને એક અજીબ સલાહ આપી છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ તો પાકિસ્તાનના પ્રવાસે છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખ્તરની માર્ક વુડને સલાહ-
ક્રિકેટ ઈતિહાસની સૌથી વધુ ઝડપી બૉલ ફેંકનાર શોએબ અખ્તર યુવા ખેલાડીઓને ટિપ્સ પણ આપે છે. હવે તેણે ઈંગ્લેન્ડના પેસર માર્ક વુડને એક સલાહ આપી છે. અખ્તરે 'ધ વૉની એન્ડ ટફર્સ ક્રિકેટ ક્લબ' પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું કે માર્ક વુડ એક શાનદાર દેખાતા અને સારી બોલિંગ એક્શન ધરાવતા બૉલર છે. તેમણે કહ્યું કે, વુડને બૉલિંગ કરતા જોવું તેમને ખૂબ જ પસંદ છે. અખ્તરની નજરમાં 100 માઈલ પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવા માટે માર્કેને એક ખાસ પ્રકારની ટ્રેનિંગની જરૂર પડશે. જેની ક્યારેક તેમણે પોતે પ્રેક્ટિસ કરી હતી.


ટ્રેક ખેંચ જો...
અખ્તરે કહ્યું કે, માર્ક વુડમાં કેટલીક વાતો મે નોટિસ કરી છે. તે પોતાનો ફૉલો-થ્રુ ગુમાવી દે છે. ઈશ્વરનો આભાર કે તેણે પોતાનું રનઅપ નાનું કર્યું. તે ડાબા પગ પર લેન્ડ કરે છે અને તમે અનેકવાર જોશે કે તેઓ પિચ પર પડી જાય છે. જેનું કારણ છે કે તે ફૉલ થ્રુને નિયંત્રિત નથી કરી શકતો. જો તે વિચારે છે કે તે 155 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડથી બૉલિંગ નહીં કરી શકે એમ, તો તેઓ ખોટા છે. જો તે 100 માઈલ પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરવા માંગે છે તો ટ્રકને ખેંચવાનું શરૂ કરવું પડશે. મે લગભગ 26 ગજની પીચો બનાવી હતી. મે એક સામાન્ય બોલને ચાર ગણી ભારે બનાવી હતી. ખૂબ જ વજન વાળી ટ્રેનિંગ કરી. સાઈકલ પર વજન સાથે સવારી કરી. હું લગભગ 1000 વાર આવું કરતો હતો.


અત્રે આગળ કહ્યું કે, મે એવી માંસપેશીઓ વિકસિત કરી છે કે, જેના વિશે પહેલા ક્યારેય હું નહોતો વિચારી શકતો. મને નહોતી ખબર કે હું એક જ સમયમાં મારા ઘુંટણ અને હાડકાની મજબૂતી ગુમાવી રહ્યો છું. જે પણ બૉલર 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બૉલિંગ કરી શકે છે તેની પાસે યોગ્ય તૈયારી અને યોગ્ય રિકવરી સાથે 10 કિમી રિઝર્વમાં રહે છે. અખ્તરે વર્ષ 2003ના વર્લ્ડ કપમાં સૌથી ઝડપી બૉલ ફેંકવાની સિદ્ધી હાંસલ કરી હતી. તેમના એ બૉલની સ્પીડ 161.3 કિમી પ્રતિ કલાક હતી.