સરહદ પણ તણાવ, શોએબ મલિકે વિરાટ કોહલી પર ટ્વીટ કરીને લંબાવ્યો મિત્રતાનો હાથ
પાકિસ્તાની ક્રિકેટર અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે એક ટ્વીટ કર્યું હતું, જેના પર તેણે ભારતીય ક્રિકેટ ફેન્સની આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબોધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બંન્ને દેશોના રાજનેતા, અભિનેતાઓ અને ક્રિકેટરો પોતાની આર્મીને સ્પોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. આ ક્રમમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મહિલે ટ્વીટ કર્યું છે, જેના કારણે તેને ભારતીયોએ સાચુ-ખોટુ સંભળાવ્યું હતું. હવે આ પાક ક્રિકેટરે વધુ એક ટ્વીટ કરીને મિત્રતા માટે હાથ લાંબો કર્યો છે.
શોએબ મલિકે વિરાટ કોહલીને લઈને ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું- ટી20માં સૌથી વધુ રનના મામલામાં ત્રીજા સ્થાન પોતાના પાડોસી વિરાટ કોહલી સાથે શેર કરવામાં પ્રસન્નતા થઈ. મહત્વનું છે કે, ટી20 આંતરરાષ્ટ્રીયમાં શોએબ મલિકના નામે 2263 રન નોંધાયેલા છે. બીજીતરફ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં 72 રનની અણનમ ઈનિંગ બાદ વિરાટના નામે પણ 2263 રન થઈ ગયા છે.
આ તકે શોએબે ટ્વીટ કરીને વિરાટને શુભેચ્છા આપી છે. તેનું આ ટ્વીટ પહેલા ટ્વીટથી થયા નુકસાનની ભરપાઈના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. પરંતુ, તેના આ શુભેચ્છાવાળા ટ્વીટમાં કોઈ ખાસ અસર દેખાતી નથી, કારણ કે ભારતીય ફેન્સ તેને અહીં ન છોડ્યો અને ટીકા કરી હતી. એક યૂઝરે લખ્યું, ઈનિંગ્સ જોઈલે. મહત્વનું છે કે, શોએબે 2263 રન 111 મેચોની 104 ઈનિંગમાં બનાવ્યા, જ્યારે વિરાટે આ આંકડા સુધી પહોંચવા માટે 67 મેચોની 62 ઈનિંગ લીધી છે.
જ્યારે તેણે પહેલું ટ્વીટ કર્યું હતું તો ઘણા ભારતીય ફેન્સે તેને રાજકીય મામલામાં ન પડવાની ચેતવણી આપી હતી. ફેન્સનું માનવું છે કે, તે માત્ર પાકિસ્તાની ક્રિકેટર નથી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ પણ છે. આ રીતે તેણે ભારત વિરુદ્ધ કોઈ ટ્વીટ ન કરવું જોઈએ.