મોહમ્મદ શમી હાલના દિવસોમાં ભારતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ તેમની આ સફર ઘણી કપરી રહી છે. છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વિકેટ લેનારો બોલર છે. શાનદાર પ્રદર્શન કરનારા શમીની અંગત લાઈફ ખુબ જ પડકારોભરી રહી છે. ક્યારેક પરિવારમાં તણાવ તો ક્યારેક ઈજાથી શમી હેરાન પરેશાન રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્નીએ લગાવ્યા હતા અનેક આરોપ
શમી હાલ પત્નીથી અલગ રહે છે. હસીન જહાએ તેના વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. હસીન જહાંએ શમી પર પાકિસ્તાની મહિલા પાસેથી પૈસા લઈને મેચ ફિક્સિંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે બાજમાં અધિકારીઓએ શમીને આ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. શમીના મિત્ર ઉમેશ યાદવે શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે દરમિયાન શમીએ આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. 


દુખી હતો શમી
ઉમેશે પોડકાસ્ટમાં કહ્યું કે તે દૌરમાં શમી દરેક ચીજ સામે લડી રહ્યો હતો, તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો, પરંતુ જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો અને તે રાતે તપાસ શરૂ થઈ તો તે તૂટી ગયો. તેણે કહ્યું હતું કે હું બધુ જ સહન કરી શકું છું પરંતુ દેશદ્રોહના આરોપો નહીં. 


ઉમેશે વધુમાં કહ્યું કે સમાચારોમાં એવું પણ આવ્યું હતું કે તે કોઈ આકરું પગલું લેવા માંગતો હતો. તે આત્મહત્યા કરવા માંગતો હતો. સવારે લગભગ ચાર વાગે જ્યારે હું પાણી પીવા માટે ઉઠ્યો અને રસોડા તરફ જઈ રહ્યો હતો ત્યારે મે જોયું કે તે બાલકનીમાં ઊભો છે. અમે 19માં ફ્લોર પર રહેતા હતા. હું સમજી ગયો કે શું થયું છે. મને લાગે છે કે શમીની કરિયરની એ સૌથી લાંબી રાત હતી. એક દિવસ જ્યારે અમે વાત કરતા હતા ત્યારે તેનો ફોન પર એક મેસેજ આવ્યો કે તપાસ કરી રહેલી સમિતિએ તેને ક્લીન ચિટ આપી છે.  કદાચ તે દિવસે તે વિશ્વ કપ જીતવા કરતા પણ વધુ ખુશ હતો. 


શમીએ કરી હતી દિલની વાત
શમીએ પણ પોતાના સંઘર્ષ અને તે દરમિયાન જે કઈ સહન કર્યું તેના વિશે એક ઈન્ટરવ્યુમાં વિસ્તૃત માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે તમે કઈ ચીજોને વધુ પ્રાથમિકતા આપો છે એ એ વાત પર નિર્ભર કરે છે અને પછી બીજા વ્યક્તિ પર કે તેની વાતોમાં કેટલું સત્ય છે. આથી જ્યારે તમને ખબર હોય કે બીજી વ્યક્તિની હરકતો અમાન્ય છે અને તમારા માટે મહત્વપૂર્ણ નથી તો તમારે તમારી પ્રાથમિકતાઓ છોડવી જોઈએ નહીં. જો હું આજે મોહમ્મદ શમી ન હોત તો કોઈ પણ મારી સ્થિતિની પરવા ન કરત અને ન તો મીડિયાને તેમાં કોઈ રસ હોત. આમ છતાં હું એ વસ્તુઓને કેમ છોડું જેણે મને શમી બનાવ્યો. આથી તમારે લડતા રહેવું જોઈએ.
 
Disclaimer: જીવન અનમોલ છે, મન ભરીને જીવો. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક પળનો આનંદ લો. જો કોઈ વાત-વિષય-ઘટનાના કારણે વ્યથિત હોવ તો જીવનથી હાર માનવાની જરૂર નથી. સારા અને ખરાબ દૌર આવતા જતા રહે છે. પરંતુ જ્યારે કોઈ કારણસર ઊંડી હતાશા, નિરાશા, ડિપ્રેશન મહેસૂસ કરો તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઈન નંબર 9152987821 પર સંપર્ક કરો.