જકાર્તાઃ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય ખેલાડીઓના મુકાબલા ચાલુ છે. સોમવારે ભારતના ખાતામાં નિશાનેબાજીમાં બે મેડલ મળ્યા હતા. ભારતના અત્યાર સુધી કુલ ચાર મેડલ થઈ ગયા છે. દીપક કુમાર અને લક્ષ્યએ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ગેમ્સમાં અત્યાર સુધી ભારતને એક ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્યએ શૂટિંગ ટ્રેપ (પુરૂષ)માં જીત્યો સિલ્વર મેડલ
લક્ષ્ય શેરોને પુરૂષ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. લક્ષ્ય 43/50ના સ્કોરની સાથે બીજા સ્થાન પર રહ્યો અને ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો. બીજીતરફ ભારતના માનવજીત સિંહ સંધૂને ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો છે. ચીની તાઈપે યાંગને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ મળ્યો છે. લક્ષ્યની જીત બાદ સ્ટેડિયમમાં ભારત માતાની જય-જયના નારા લાગ્યા હતા. 


દિપક કુમારને મળ્યો સિલ્વર
ભારતીય નિશાનેબાજ દિપક કુમારે સોમવારે (20 ઓગસ્ટ) 18માં એશિયન ગેમ્સમાં નિશાનેબાજી પ્રતિયોગીતામાં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. જોકે આ સ્પર્ધામાં રવિ કુમાર મેડલ જીતવામાં સફળ રહ્યો નથી. તે સ્પાર્ધામાં ચોથા સ્થાન પર આવ્યો હતો. દિપકે ફાઇનલમાં 247.1 અંક મેળવીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ એશિયાઇ ગેમ્સના બીજા દિવસે ભારતે પ્રથમ મેડલ જીત્યો છે. દિપક કુમારે પહેલીવાર એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ પહેલા દિપકને ક્વોલિફીકેશનમાં પાંચમુ સ્થાન મળ્યુ હતું. જ્યારે રવિએ ચોથું સ્થાન મેળવ્યું હતું.