નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં મોગાના 23 વર્ષિય તજિન્દર પાલ સિંહ તૂરે 20.75 મીટર સુધી ગોળો ફેંકીને નવા રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તજિન્દર ગોલ્ડ મેડલ જીતની ખુશી પોતાના પિતાની સાથે મનાવે તે પહેલા કેન્સરને કારણે તેના પિતાનું નિધન થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે તજિન્દરના પિતાનું પુત્રના ગોલ્ડ મેડલ જોવાનું સપનુ અધુરૂ રહી ગયું છે. જકાર્તામાં એશિયન ગેમ્સમાં ભાગ લીધા બાદ દિલ્હી પહોંચીને તજિન્દરે પંજાબના મોગા સ્થિત પોતાના ઘરે જવાનો હતો, તે સમયે તેને પિતાના નિધનના સમાચાર મળ્યા. તજિન્દર તે આશા ન હતી કે તેના પિતાને અંતિમ સમયે નહીં મળી શકે. 


તજિન્દરે જ્યારે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તો કહ્યું, આ મેડલ મારી સૌથી મોટી સિદ્ધિ છે, કારણ કે આ માટે મેં ઘણો ત્યાગ કર્યો છે. છેલ્લા બે વર્ષથી મારા પિતા (કરમ સિંહ) કેન્સરનો સામનો કરી રહ્યાં છે. મારા પરિવારમાં પણ કોઈએ મારૂ ધ્યાન ભંગ ન થવા દીધું. તેઓએ મને સપનું પૂરૂ કરવા માટે આગળ વધાર્યો. 


તજિન્દરે કહ્યું, હવે હું મારા પિતાને મળઈશ, પરંતુ હું બે દિવસમાં બાદ ત્યાં પહોંચીશ. મારે હવે આગામી પડકાર માટે તૈયાર રહેવું પડશે. મહત્વનું છે કે પિતાની બીમારી બાદ પણ તજિન્દરે પોતાના જુનૂન પ્રત્યે મજબૂત બની રહ્યો અને આ તમામ ત્યાગોનું ફળ તેને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલના રૂપમાં મળ્યું છે. 


તૂરના પિતાના નિધન પર એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. AFIએ કહ્યું, અમે ખુબ દુખી છીએ. અમારા એશિયન શોટપુટ ચેમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ એરપોર્ટથી હોટલ જવા રસ્તામાં હતા, ત્યારે જ અમારી પાસે તેના પિતાના નિધનના દુખદ સમારા પહોંચ્યા. તેમની આત્માને શાંત મળે. તજિન્દર અને તેમના પરિવારની સાથે અમારી સંવેદનાઓ છે.