નવી દિલ્હીઃ એશિયન ચેમ્પિયન ગોળા ફેંક એથલીટ મનપ્રીત કૌરને તેના નમૂના ચાર વખત પોઝિટિવ (સ્ટેરાયડ) આવ્યા બાદ રાષ્ટ્રીય ડોવિંગ વિરોધી એજન્સી (નાડા)એ પ્રતિબંધ લગાવી દીધો છે. નાડાની ડોપિંગ વિરોધી અનુશાસનાત્મક પેનલ પ્રમાણે મનપ્રીત પર આ પ્રતિબંધ ચાર વર્ષ માટે લાગૂ રહેશે જેની શરૂઆત 20 જુલાઈ 2017થી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાડાના નિયમાક નવીન અગ્રવાલે જણાવ્યું, 'હા મનપ્રીત કૌર પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.' પરંતુ તેની પાસે આ નિર્ણય વિરુદ્ધ ડોપિંગ વિરોધી અપીલ પેનલમાં અપીલ કરવાની તક છે. આ નિર્ણયથી મનપ્રીત 2017માં ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં મળેલા ગોલ્ડ મેડલ અને પોતાના રાષ્ટ્રીય રેકોર્ડને ગુમાવી દેશે કારણ કે પેનલે તેને નમૂનાના સંગ્રહ કરવાની તારીખથી અયોગ્ય જાહેર કરી દીધી છે. મનપ્રીતના નમૂના 2017માં ચાર વખત પોઝિટિવ આવ્યા હતા. 


ચીનના શિન્હુઆમાં 24 એપ્રિલે એશિયન ગ્રાંપ્રી બાદ ફેડરેશન કપ (પટિયાલા, એક જૂન), એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપ (ભુવનેશ્વર, 6 જુલાઈ) અને આંતરરાજ્ય ચેમ્પિયનશિપ (ગુંટૂર, 16 જુલાઈ)માં પણ તેના નમૂના પોઝિટિવ આવ્યા હતા. તેણે આ તમામ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યાં હતા. તેણે શિન્હુઆમાં 18.66 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. 


શિન્હુઆ એશિયન ગ્રાં પ્રીમાં તેના નમૂનામાં મેથેનોલોન મળ્યું જ્યારે બાકીની ત્રણેય સ્પર્ધામાં ડિમિથાઇલબ્યૂટીલામાઇન મળ્યું હતું. શિન્હુઆમાં મનપ્રીતના નમૂનામાં સ્ટેરાયડ મળવાના મામલામાં તેના વકીલે કહ્યું કે પટિયાલામાં પ્રશિક્ષણ દરમિયાન તેને  પીવાના પદાર્થમાં બદલાની ભાવનાથી એક ખેલાડીએ કથિક રીતે કંઇક ભેળવી દીધું હતું. તેણે કહ્યું કે, એપ્રિલ 2017માં એક કબડ્ડી ખેલાડી (ગોપાલ)ની સાથે તેને ઝગડો થયો હતો ત્યારબાદ ગોપાલે બદલો લેવા માટે પેના પીણામાં કંઇક ભેળવી દીધું હતું. 


મનપ્રીતે કહ્યું, 'મેં જાણી જોઈને સ્ટેરાયડનું સેવન કર્યું નથી.' આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહી હોઈ શકે છે. તેની દલીલલને પરંતુ નબળી ગણાવીને નકારી દેવામાં આવી હતી.