નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા 25 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ કાનપુરના મેદાન પર રમશે. પહેલી ટેસ્ટમાંથી નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને રેસ્ટ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માને આખી ટેસ્ટ સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. ત્યારે તેમની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં બે એવા ધાકડ બેટ્સમેન સામેલ છે, જે તેમની લયમાં હોય તો ગમે ત્યારે મેચને પલટાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ખેલાડી દેખાળી શકે છે કોહલી જેવી રમત
વિરાટ કોહલીને પહેલી ટેસ્ટ મેચમાં રેસ્ટ આપવામાં આવ્યો છે. તેની જગ્યા એક ધાકડ બેટ્સમેન લઈ શકે છે. આ બેટ્સમેન બીજો કોઈ નહીં પરંતુ શ્રેયસ ઐયર (Shreyas Iyer) છે. ઐયરે નાના ફોર્મેટમાં લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયા માટે 4 નંબર પર બેટિંગ કરી છે. તેની શાનદાર બેટિંગ સામે મોટામાં મોટો બોલર પણ ભયમાં રહે છે. ઐયરને પ્રથમ વખત ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઘરેલું ક્રિકેટમાં પણ ઐયરે ઘણી મેચમાં વિનિંગ ઇનિંગ રમી છે. ઐયર તેની ખતરનાક બેટિંગથી કોઈપણ બોલિંગ ક્રમના ભુક્કા બોલાવી શકે છે.


આ બોલીવૂડ એક્ટ્રેસે જાહેરમાં કર્યું એલાન, કહ્યું- રાહુલ દ્રવિડ મારો...


રોહિતની જગ્યાએ ઓપનિંગ કરી શકે છે આ ખેલાડી
ભારતના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. હવે તેની જગ્યાએ ટેસ્ટમાં ઓપનિંગના ઘણા દાવેદાર છે, પરંતુ એક બેટ્સમેન આ માટે એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યો છે. તેનું નામ છે મયંક અગ્રવાલ (Mayank Agarwal). આ બેસ્ટમેને છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા માટે ઘણી શાનદાર ઇનિંગ રમી છે. મયંક અગ્રવાલે ટીમ ઇન્ડિયા તરફથી રમેલી અત્યાર સુધીની 14 ટેસ્ટ મેચમાં 1052 રન બનાવ્યા છે. જેમાં શાનદાર 243 રનની ઇનિંગ પણ સામેલ છે. મયંકે આઇપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી ઓપનિંગ કરી ઘણા રન બનાવ્યા છે. આ બેટ્સમેન રોહિતની જેમ જ્વલંત ઇનિંગ રમવામાં નિષ્ણાત છે. ઘરેલું મેદાન પર મયંકની સરેરાશ ખુબજ સારી છે. 


કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી! વધુ એક ભથ્થા પર સરકારનું મંથન, જાણો અપડેટ


આ ખેલાડીઓને પણ મળી શકે છે તક
ટેસ્ટના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પહેલી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કેપ્ટનની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળશે. ટીમ ઇન્ડિયામાં કેટલાક નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. ઘણા એવા ખેલાડી પણ છે જે ભારત તરફથી પ્રથમ વખત ટેસ્ટ રમશે. તેમાં યુવા બેટ્સમેન કેએસ ભરત અને શ્રેયસ ઐયર પણ છે. ત્યારે આ લિસ્ટમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું નામ પણ સામે આવ્યું છે. જયંત યાદવને લાંબા સમય બાદ ફરી એકવાર ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટેસ્ટ ટીમમાં ફરી એકવાર શુભમન ગિલની પણ વાપસી જોવા મળી રહી છે.


પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube