IPL Auction 2025: શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો `રેકોર્ડ`
Shreyas Iyer: IPL 2024ના કેપ્ટન શ્રેયસ અય્યરે IPL ઓક્શનના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ટાર બેટ્સમેન ઋષભ પંત IPLના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડી નાખશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ અય્યરે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Shreyas Iyer IPL Auction 2025: આઈપીએલ 2024ના કેપ્ટન શ્રેયસ અય્યરે આઈપીલ ઓક્શનના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે, સ્ટાર બેટ્સમેન ઋષભ પંત IPLના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ તોડી નાખશે, પરંતુ અય્યરે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ ચકનાચૂર કરી નાખ્યો છે. છેલ્લા ઓક્શનમાં મિચેલ સ્ટાર્કે આ રેકોર્ડ બનાવ્યો હતો. સ્ટાર્કને KKRની ટીમે 24.75 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. હવે પંજાબ કિંગ્સે બધાને સરપ્રાઈઝ કરી દીધા છે.
દિલ્હીએ લગાવી દીધો પૂરો જોર
શ્રેયસ અય્યરની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સે તેને ટીમમાં એન્ટ્રી અપાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. દિલ્હીએ 26 કરોડ રૂપિયા સુધી પંજાબની સાથે સ્પર્ધા ચાલુ રાખી. પરંતુ અંતે પંજાબની ટીમે દિલ્હીની યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું. પંજાબે 26.75 કરોડ રૂપિયામાં શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. હવે આઈપીએલના સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ અય્યરના નામે થઈ ગયો છે.
પર્થમાં જોવા મળ્યું કોહલીનું 'વિરાટ' સ્વરૂપ, 16 મહિના બાદ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ
KKRએ પોતાના પગ પર મારી કુહાડી
કોલકાતાની ટીમે ચેમ્પિયન કેપ્ટનને રિલીઝ કરી દીધો હતો. કેકેઆરએ ઓક્શનની શરૂઆતમાં અય્યરમાં રસ દાખવ્યો હતો, પરંતુ દિલ્હી અને પંજાબ વચ્ચેની લડાઈમાં રસપ્રદ લડાઈ જોવા મળી હતી. જોકે, અય્યરે ગયા વર્ષે બેટથી કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ તેમ છતાં ચેમ્પિયન કેપ્ટનની મેગા ઓક્શનમાં બલ્લે-બલ્લે જોવા મળી છે.