Mumbai Cricket Team: 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમ જાહેર થઈ ગઈ છે. શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં અજિંક્ય રહાણે અને પૃથ્વી શોને પણ સામેલ કરવામાં આવ્યા છે. રહાણે રણજી ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળી રહ્યો હતો, જેનો પ્રથમ હાફ ખતમ થઈ ગયો છે. સાથે વાપસી કરનાર બેટર સિદ્ધેશ લાડને પણ ટીમમાં તક આપવામાં આવી છે. શ્રેયસ અય્યરની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાનદાર ફોર્મમાં છે શ્રેયસ
વર્તમાન રણજી ટ્રોફીમાં શ્રેયસ અય્યરે 90.40ની એવરેજથી 452 રન બનાવ્યા છે, જેમાં બે સદી સામેલ છે. તેણે ઓડિશા વિરુદ્ધ 233 રન તો મહારાષ્ટ્ર વિરુદ્ધ 142 રન બનાવી મુંબઈની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


શ્રેયસ અય્યરે ભારતીય ટીમ માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાં છેલ્લી મેચ 2023માં રમી હતી. તે ટેસ્ટ ટીમમાંથી પણ બહાર ચાલી રહ્યો છે. સૈયદ મુશ્કેલ અલી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કરી અય્યરની નજર ટીમ ઈન્ડિયામાં વાપસી પર હશે. શ્રેયસ અય્યરે અત્યાર સુધી ભારત માટે 14 ટેસ્ટ, 62 વનડે અને 51 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.


આ પણ વાંચોઃ પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?


પૃથ્વી શોને મળી તક
ટીમમાં 25 વર્ષીય પૃથ્વી શોને સામેલ કરવામાં આવ્યો છે, જેને ફિટનેસ અને અન્ય મુદ્દાને કારણે રણજી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે પણ સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. ઓસ્ટ્રેલિયામાં ભારત એ ટીમમાં સામેલ ઓલરાઉન્ડર તનુશ કોટિયન અને અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 


મુંબઈની ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, અંગકૃષ રઘુવંશી, જય બિસ્તા, અજિંક્ય રહાણે, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, સાઈરાજ પાટીલ, હાર્દિક તામોર (વિકેટકીપર), આકાશ આનંદ (વિકેટકીપર), શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, તનુશ કોટિયન, મોહિત અવસ્થી , રોયસ્ટન ડાયસ , જુનૈદ ખાન, શાર્દુલ ઠાકુર.