IPL પહેલા આ યુવાન બેટ્સમેને 38 બોલમાં ફટકારી સદી, તોડ્યો પંતનો રેકોર્ડ
મુંબઈ તરફથી રમતાં શ્રેયસ અય્યરે 55 બોલમાં વિક્રમી 147 રનની ઈનિંગ્સ રમી, અય્યરે 55 બોલમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા
ઈન્દોરઃ સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ઈન્દોરમાં રમાઈ રહી છે. ગ્રૂપ-સીની બીજી મેચમાં મુંબઈએ સિક્કિમને 154 રને હરાવી દીધું હતું. મુંબઈ તરફથી શ્રેયસ અય્યરે 55 બોલમાં વિક્રમી 147 રનની ઈનિંગ્સ રમી હતી. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 258 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ભારતમાં ટી20નો આ ત્રીજો અને વિશ્વનો સાતમો સર્વોચ્ચ સ્કોર છે.
અય્યરે 55 બોલમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 147 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે ઋષભ પંતના નોટઆઉટ 128 રનના વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોરને પણ પાછળ પાડી દીધો છે. અય્યરે સિક્કિમના ફાસ્ટ બોલર તાશી ભલ્લાની એક ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. અય્યર ઉપરાંત સૂર્યકૂમાર યાદવે 63 રન બનાવ્યા હતા.
259 રનના લક્ષ્યનો પીછો કરતાં સિક્કિમની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 104 રન જ બનાવી શકી. મુંબઈ માટે શમ્સ મુલાની અને શાર્દુલ ઠાકુરે બે-બે જ્યારે ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે અને શુભમ રંજને 1-1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે હાર્દિક પંડ્યા બહાર, આ ખેલાડીને મળશે તક
મધ્યપ્રદેશે પંજાબને 34 રને હરાવ્યું
આ જ ગ્રૂપની એક અન્ય મેચમાં મધ્યપ્રદેશે પંજાબને 34 રને હરાવ્યું હતું. મધ્યપ્રદેશે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 199નો સ્કોર બનાવ્યો હતો. જેમાં પાર્થ સાહનીએ 50 બોલમાં સાત ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 90 રન બનાવ્યા હતા. પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી મનદીપ સિંહ 64, ગુરકીત સિંહે 46 અને શરદ લુંબાએ 19 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપ 2019 માંથી પાકિસ્તાનને દૂર કરવા BCCI મેદાનમાં, ICC ને કરશે રજૂઆત
રેલવેએ સૌરાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું
ગ્રૂપ સૂની ત્રીજી મેચમાં રેલવેએ ચેતેશ્વર પૂજારાના (નો.આ.100)ના સ્કોર પર પાણી ફેરવતાં સૌરાષ્ટ્રને 5 વિકેટે હરાવી દીધું હતું. સૌરાષ્ટ્રએ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટે 188નો સ્કોર બનાવ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 61 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે નો.આ. 100 રન બનાવ્યા હતા. તેની સાથે રોબિન ઉથપ્પાએ 46 રન બનાવ્યા હતા. 189 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રેલવેએ 2 બોલ બાકી રહેતાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.