નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે યોજાનાર ઓક્શન પહેલા કોલકત્તા નાઈટ રાઇડર્સ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્રેન્ચાઇઝીના સીઈઓ વેંકી મૈસૂરે મોટી જાહેરાત કરતા કેપ્ટન અને વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરનો કેપ્ટન રહેશે, જ્યારે નીતિશ રાણા તેનો ડેપ્યુટી એટલે કે વાઈસ કેપ્ટન હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેંકીએ કહ્યુ- તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ હતું કે શ્રેયસ ઈજાને કારણે આઈપીએલ 2023 ચૂકી ગયો. અમને ખુશી છે કે તે પરત આવી ગયો છે અને કેપ્ટનના રૂપમાં ટીમનું નેતૃત્વ કરશે. જે રીતે તેણે પોતાની ઈજામાંથી બહાર આવતા મહેનત કરી અને જે ફોર્મમાં છે, તે તેના ચરિત્રનું પ્રમાણ છે. નોંધનીય છે કે આઈપીએલ 2023 શરૂ થતાં પહેલા શ્રેયસ અય્યર ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. તેવામાં નીતિશ રાણાએ ટીમની કમાન સંભાળી હતી. 


હવે શ્રેયસ અય્યર ફિટ છે તો કોલકત્તાએ આ મામલો સ્પષ્ટ કરી દીધો છે. વેંકીએ આગળ કહ્યું- અમે તે વાતના પણ આભારી છીએ કે નીતિશ પાછલી સીઝનમાં શ્રેયસની જગ્યા લેવા માટે સહમત થયો અને તેણે શાનદાર કામ કર્યું. તેમાં કોઈ શંકા નથી કે વાઇસ કેપ્ટનના રૂપમાં નીતિશ ટીમ કેકેઆર માટે દરેક સંભર રીતે શ્રેયસનું સમર્થન કરશે. 


આ પણ વાંચોઃ રાહુલ દ્રવિડ પછી ભારતનો 'ધ વોલ' ગણાતા ગુજરાતી ક્રિકેટરનો વિદેશમાં જલવો, ફટકારી 8 સદી


શ્રેયસ અય્યરે કહ્યું- મારૂ માનવું છે કે પાછલી સીઝનમાં અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં ઈજાને કારણે મારી ગેરહાજરી પણ સામેલ છે. નીતિશે ન માત્ર મારી જગ્યા ભરી પરંતુ શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કર્યું. મને ખુશી છે કે કેકેઆરે તેને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે તે નેતૃત્વ સમૂહને મજબૂત કરશે. 


KKRના રિટેન ખેલાડીઓ
આન્દ્રે રસેલ, અનુકુલ રોય, હર્ષિત રાણા, જેસન રોય, નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સુનીલ નારાયણ, સુયશ શર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર.


KKR દ્વારા રિલીઝ કરાયેલા ખેલાડીઓ
આર્ય દેસાઈ, ડેવિડ વેઈસ, જોન્સન ચાર્લ્સ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંહ, એન. જગદીશન, શાકિબ અલ હસન, શાર્દુલ ઠાકુર, ટિમ સાઉથી, ઉમેશ યાદવ


આ પણ વાંચોઃ આંખો બંધ કરીને પણ કરી શકે છે બોલિંગ... જાણો કોણ છે ઈંગ્લેન્ડનો નવો સ્પિનર બશીર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube